
ચૈત્ર નવરાત્રી પર LoC નજીક કુપવાડામાં શારદા મંદિરના દ્રાર ભક્તો માટે ખોલાયા
- ચૈત્ર નવરાત્રી શારદા મંદિરના દ્રાર ખોલાયા
- ગૃહમંત્રી શાહે આપ્યા આ સમાચાર
દિલ્હીઃ- હાલ ચૈત્ર નવરાત્રીનો આરંભ થઈ ચૂક્યો છે આજે આ નવરાત્રીનો બીજો દિવસ છે ત્યારે માતાજીના ભક્તો માટચે એક સરા સમાચાર સામે આવ્યા છે.ગૃહમંત્રી એમિત શાહે બુધવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જમ્મુ અને કાશ્મીરના કુપવાડામાં મા શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બુધવારે વીડિયો કોન્ફરન્સ દ્વારા જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સ્થિત શારદા દેવી મંદિરનું ઉદ્ઘાટન કર્યું મંદિરનું નિર્માણ શ્રી શૃંગેરી મઠ અને સેવા શારદા સમિતિ કાશ્મીર દ્વારા કરવામાં આવ્યું છે.
તેમણે આ દરમિયાન કહ્યું કે કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાં શાંતિ સ્થાપિત થઈ રહી છે અને ખીણ અને જમ્મુ ફરી એકવાર જૂની સંસ્કૃતિ અને પરંપરાઓ તરફ પાછા આવી રહ્યા છે. અહીંની સંસ્કૃતિના પુનરુત્થાન માટે કેન્દ્ર સરકાર ઘણા મંદિરો અને આસ્થા કેન્દ્રોનું પણ જીર્ણોદ્ધાર કરી રહી છે.
આ ઉદ્ઘાટન દરમિયાન અમિત શાહે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં નવા વર્ષના શુભ અવસર પર શ્રદ્ધાળુઓ માટે શારદા માતાના મંદિરનું પુનઃનિર્માણ ખરેખર એક નવા યુગની નવી શરૂઆત છે. આ પ્રસંગે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સિંહા પણ હાજર હતા.ઉલ્લેખનીય છે કે કેન્દ્રની સરાકર કરતારપુર કોરિડોરની જેમર શારદા પીઠને શ્રદ્ધાળુઓ માટે ખોલવાની દિશામાં સતત આગળ વધી રહી છે.