![કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર](https://www.revoi.in/wp-content/uploads/2021/07/Sanjay-Raut_Shiv-sena.jpg)
કાશ્મીરમાં આતંકવાદી હુમલાઓ વધવા મુદ્દે શિવસેનાએ કેન્દ્ર સરકાર ઉપર કર્યાં આકરા પ્રહાર
- હિન્દુઓ ઉપર હુમલાઓને અટકાવવા સરકાર નિષ્ફળઃ શિવસેના
- મુખપત્ર સામનામાં ભાજપ ઉપર કર્યાં આકરા પ્રહાર
મુંબઈઃ છેલ્લા કેટલાક દિવસથી કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ઘટનાઓમાં વધારો થયો છે અને ઘાટીમાં લઘુમતિ હિન્દુ અને શિખ ધર્મના લોકોની ઘટનાને પગલે કેન્દ્ર સરકાર એકશન મોડમાં આવ્યું છે. આવા બનાવોને પગલે શિવસેનાએ ભાજપને નિશાન બનાવ્યું હતું. તેમજ કહ્યું હતું કે, આપને હિન્દુત્વ ઉપર ગર્વ છે પરંતુ પોતાનાઓને બચાવી શક્યાં નથી.
શિવસેનાએ પોતાના મુખપત્ર સામનામાં લખ્યું છે કે, ભાજપના શાસિત પ્રદેશમાં લઘુમતીઓની સુરક્ષામાં નિષ્ફળ રહ્યું છે. ભાજપના કાર્યકરો અને પ્રવક્તા દરેક જગ્યાએ જોવા મળે છે. પરંતુ જમ્મુ-કાશ્મીરમાં જોવા નથી મળતા. કાશ્મીરમાં ફરી એકવાર હિંસાના બનાવો વધ્યાં છે. કેન્દ્ર સરકાર આતંકવાદી પ્રવૃતિને રોકવામાં નિષ્ફળ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દૂર કર્યા કાશ્મીર ઘાટીમાં હિંસા અટકી નથી. ભાજપ કાશ્મીર ઘાટીમાં કાશ્મીરી પંડિતોની વાપસીને લઈને હંગામો કર્યો પરંતુ આતંકી હુમલાઓ બાદ ફરી એકવાર લઘુમતીઓ ઘાટી છોડી રહ્યાં છે.
કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદીઓ સક્રીય થયા છે. તેમજ ઘાટીમાં ગણતરીના દિવસોમાં જ સાત વ્યક્તિઓની હત્યા કરી છે. જેમાંથી ચાર વ્યક્તિ લધુમતી સમાજના છે. આ બનાવોને પગલે કેન્દ્ર સરકાર એક્ટીવ મોડમાં આવી છે. તેમજ આવા બનાવોને અટકાવવા માટે સ્થાનિક પોલીસ તથા અન્ય સુરક્ષા એજન્સીઓને જરૂરી નિર્દેશ કર્યાં છે. બીજી તરફ સુરક્ષા એજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિઓને ડામવા માટે કવાયત શરૂ કરી છે. તેમજ આતંકવાદીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.