Site icon Revoi.in

શિવરાજ સિંહ ચૌહાણે ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ સમય મર્યાદામાં કરવા સુચના આપી

Social Share

નવી દિલ્હીઃ કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખેડૂતોની ફરિયાદોના નિરાકરણ અંગે એક બેઠક યોજી હતી.

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે, બેઠક દરમિયાન ખાતર, બિયારણ, જંતુનાશકો, પ્રધાનમંત્રી પાક વીમા યોજના અને પ્રધાનમંત્રી કિસાન પોર્ટલ સંબંધિત ફરિયાદો પર ચર્ચા કરવામાં આવી હતી. શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ફરિયાદોના નિરાકરણ માટે એક નિશ્ચિત સમયમર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી ખાતરી થાય કે ફરિયાદો લાંબા સમય સુધી પડતર ન રહે.

તેમણે કહ્યું, ખેડૂતો સંપૂર્ણપણે સંતુષ્ટ ન થાય ત્યાં સુધી કોઈપણ ફરિયાદ પર કાર્યવાહી બંધ ન કરવી જોઈએ. શિવરાજસિંહ ચૌહાણે અધિકારીઓને એવા રાજ્યોની ઓળખ કરવાનો નિર્દેશ આપ્યો જ્યાં ફરિયાદો વધુ હોય પરંતુ કાર્યવાહીમાં વિલંબ થઈ રહ્યો હોય.

Exit mobile version