1. Home
  2. ગુજરાતી
  3. હેપ્પી બર્થ ડે – એક્ટ્રેસ અને સિંગર શ્રદ્ધા માલદિવમાં મનાવી રહી છે પોતાનો 34મો જન્મ દિવસ
હેપ્પી બર્થ ડે – એક્ટ્રેસ અને સિંગર શ્રદ્ધા માલદિવમાં મનાવી રહી છે પોતાનો 34મો જન્મ દિવસ

હેપ્પી બર્થ ડે – એક્ટ્રેસ અને સિંગર શ્રદ્ધા માલદિવમાં મનાવી રહી છે પોતાનો 34મો જન્મ દિવસ

0
Social Share
  • શ્રધ્ધા કપૂરનો બર્થ – ડે
  • એક્ટ્રેસ સાથે સારી સિંગર છે શ્રધ્ધા
  • ફિલ્મ આશિકીએ અપાવી ઓગવી ઓળખ

મુંબઈ – બૉલીવુડની સુંદર અદાકારા શ્રદ્ધા કપૂર આજે પોતાનો 34મો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહી છે,તેનો જન્મ 3 માર્ચ 1987ના રોજ મુંબઈમાં થયો હતો. તે જાણીતા અભિનેતા શક્તિ કપૂરની દીકરી છે શ્રદ્ધાના પિતા શક્તિ કપૂર પંજાબી છે તો તેની માતા મરાઠી છે. તે પોતાની માતાની જેમ પોતાને મરાઠી જ માને છે. તેની માતા શિવાંગી કોલ્હાપુરે પણ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે.

શ્રદ્ધા કપૂર હાલમાં તેની કઝિન પ્રિયંકા શર્માના લગ્ન માટે માલદીવમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેની બર્થડે પાર્ટીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ પાર્ટીમાં તે પાર્ટીમાં ઘણી મસ્તી કરતી જોવા મળે છે. જેમાં તેનો સ્ટાઇલિશ લૂક ચાહકોમાં ધૂમ મચાવી રહ્યો છે.આ પાર્ટીમાં શ્રદ્ધા પીચ કલરના ડ્રેસમાં ખૂબજ સુંદર લાગી રહી છે. 

શ્રદ્ધાની ફેશન સેન્સને લઈને ખૂબ જાણીતી છે,તે સંપૂર્ણપણે અલગ જ જોવા મળતી હોય  છે. કઝિન પ્રિયંક શર્માના લગ્ન માટે માલદીવ પહોંચેલી શ્રદ્ધાએ તેના ટ્રેડિશનલ લુકથી દરેકનું દીલ જીત્યું છે. આ સાથે જ આ લુકનો વીડિયો પણ શ્રદ્ધાએ તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે આ ફ્લોરલ ફ્રિલ લહેંગા સાથે દરિયા કિનારે ડાન્સ કરતી જોવા મળી રહી છે.

શ્રદ્ધા કપૂરે બોલીવુડમાં ‘તીનપત્તી’  ફિલ્મ સાથે એંટ્રી કરી હતી. આમાં અમિતાભ બચ્ચન, બેન કિંગસલે અને આર.માધવન અન્ય અભિનેતા હતા. તે તીન પત્તી, લવ કા ધ એંડ, આશિકી ૨, ગોરી તેરે પ્યાર મેં, એક વિલન, હૈદર, એબીસીડી ૨ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.તેના અભિનયથી તેણે દર્શકોના દિલ જીત્યા છે.તે જ સમયે, માલદીવની આ તસવીર સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહી છે. જેમાં તે તેના બોયફ્રેન્ડ રોહન શ્રેષ્ઠ સાથે પોઝ આપતી નજરે પડી છે

જો શ્રધ્ધાની સફળતાની વાચત કરીએ તો તેણે બોલિવૂડમાં આવ્યા બાદ શ્રદ્ધાને ઘણો સંધર્ષ કરવો પડ્યો હતો, ફિલ્મ ‘આશિકી ૨’એ શ્ર્ધ્ધાની અક એલગ ઓળખ બનાવી છે,આ ફિલ્મથી તેની મહેનત રંગ લાવી હતીબસ ત્યારથી શ્રધ્ધાએ ક્યારેર વળીને જોયુ નથી. આશિકી ૨ બાદ, એક વિલન, હૈદર અને એબીસીડી ૨ જેવી શ્રદ્ધા કપૂરની ફિલ્મો ૧૦૦ કરોડનાં ક્લબમાં શામેલ થઇ હતી.

સાહિન-

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code