Site icon Revoi.in

એક્સિઓમ-4 મિશન ઉપર ગયેલા શુભાંગ શુક્લાએ ભારતીયોને મોકલ્યો ખાસ મેસેજ

Social Share

નવી દિલ્હીઃ ભારતના શુભાંશુ શુક્લાએ કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિઓમ-4 મિશન માટે ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઉડાન ભરી છે. આ મિશન ભારતના શુભાંશુ શુક્લા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. તેમણે અવકાશમાં પહોંચતાની સાથે જ દેશ માટે પહેલો સંદેશ મોકલ્યો હતો. શુભાંશુએ કહ્યું કે મારા ખભા પર મારો ત્રિરંગો છે. આખો દેશ મારી સાથે છે. અવકાશ મિશન પર જતા પહેલા તેમણે બધાનો આભાર માન્યો હતો.

અમેરિકાના ફ્લોરિડા સ્થિત નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી શરૂ થયેલા મિશનમાં ક્રૂ કંપનીના ફાલ્કન 9 રોકેટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બધા અવકાશયાત્રીઓ નવા સ્પેસએક્સ ડ્રેગન અવકાશયાનમાં સવાર છે. અવકાશમાં પહોંચ્યા પછી શુભાંશુએ દેશ માટે પહેલો સંદેશ મોકલ્યો હતો.

ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લાએ કહ્યું, “નમસ્કાર, મારા પ્રિય દેશવાસીઓ! આપણે 41 વર્ષ પછી ફરી અવકાશમાં પહોંચ્યા છીએ. આ એક અદ્ભુત યાત્રા છે. આપણે પૃથ્વીની પરિક્રમા 7.5 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે કરી રહ્યા છીએ. મારા ખભા પરનો મારો ત્રિરંગો મને કહે છે કે હું તમારા બધા સાથે છું. મારી આ યાત્રા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) ની શરૂઆત નથી, આ ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત છે. હું ઇચ્છું છું કે તમે બધા આ યાત્રાનો ભાગ બનો. તમારી છાતી પણ ગર્વથી ફૂલી જાય. ચાલો આપણે બધા સાથે મળીને ભારતના માનવ અવકાશ કાર્યક્રમની શરૂઆત કરીએ. જય હિંદ! જય ભારત!”

એક્સિઓમ-4 મિશન પર ગયેલા અવકાશયાત્રી શુભાંશુ શુક્લાના પરિવારમાં ખુશીનો માહોલ છે. પરિવારે કહ્યું કે તેઓ તેમના પુત્રની સિદ્ધિ પર ગર્વ અનુભવે છે.