સિદ્ધાર્થ શુક્લાનું લાસ્ટ અને મોસ્ટ અવોઈટેડ વીડિયો સોંગ ‘હેબિટ’ રિલીઝ – શહેનાઝ ગીલ સહીત ચાહકો થયા ઈમોશનલ
- સિદ્ધાર્થ શુક્લાનું લાસ્ટો સોંગ રિલીઝ
- હેબિટ વીડિ્યો સોંગ રિલીઝ થતા શહનાઝ ગીલ થઈ ભાવુક
મુંબઈઃ- બોલિવૂડ જગતા સ્ટાર એવા સિદ્ધાર્થ શુક્લના મોતથી ટીવી જગતમાં શોક છવાયો હતો જ્યારે તેના નજીકની મિત્ર શહેનાઝ ગીલ પણ શોકમાં ડૂબી હતી, જો કે સિદ્ધાર્થના મોત બાદ હવે તેનું લાસ્ટ મોસ્ટ એવોઈટેડ વીડિયો સોંગ રિલીઝ કરવામાં આવ્યું છે, વીડિયોનું નામ છે, ‘હેબિટ’, જેની ચાહકો ઘણી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે આ રિલીઝ થયા બાદ દરેકની આંખો સિદ્ધાર્થને યાદ કરીને નમ થઈ છે.
શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાના મ્યુઝિક વીડિયો હેબિટમાં, શહેનાઝ એકદમ નિરાશ દેખાયઈ રહી છે. આ ગીત બીચ લોકેશન પર સૂટ કરવામાં આવ્યું છે. સિદ્ધાર્થ શુક્લાના મૃત્યુ પછી, ચાહકોમાં ઘણી નિરાશા હતી કે હવે તેઓ ક્યારેય શહનાઝ અને સાથે તેને જોઈ શકશે નહીં. સરેગામાપા મ્યુઝિકના બેનર હેઠળ આ ગીત રિલીઝ કરવામાં આવ્યું છે.
શહેનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનો છેલ્લો મ્યુઝિક વીડિયો ‘હેબિટ’ રિલીઝ થયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે પર ઘૂમ મચાવી રહ્યો છે, આ સોંગને બોલિવૂડ સિંગર શ્રેયા ઘોષાલે પોતાના મધુર અવાજ આપ્યોછે. જ્યારે શહનાઝ અને સિદ્ધાર્થની જોડી, સિદનાઝે આ સોંગમાં પરફોર્મ કર્યું છે. શહનાઝ ગિલ અને સિદ્ધાર્થ શુક્લાનું આ સોંગ થોડા કલાકો પહેલા જ રિલીઝ થયું છે પરંતુ તેને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વખત જોવામાં આવ્યું છે.