1. Home
  2. ગુજરાતી
  3. જાણીતી સિંગર નીતિ મોહનના ત્યા દિકરાનો થયો જન્મઃ- સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ
જાણીતી સિંગર નીતિ મોહનના ત્યા દિકરાનો થયો જન્મઃ- સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ

જાણીતી સિંગર નીતિ મોહનના ત્યા દિકરાનો થયો જન્મઃ- સોશિયલ મીડિયા પર આપ્યા ગૂડ ન્યૂઝ

0
Social Share
  • સિંગર નિતી મોહને આપ્યો દિકરાને જન્મ
  • પતિ નિહાર પંડ્યાએ આપી સોશિયલ મીડિયા પર માહિતી

મુંબઈઃ- મનોરંજન જગતમાં આજકાલ લગ્ન અને બાળક થવાના સમાચારે જોર પક્યું છેત્યારે વધુ એક સેલેબ્સ માતા બનવાના સમાચાર મળી રહ્યા છએ, મળતી માહબિતી પ્રમાણે સિંગર નીતિ મોહને પુત્રને જન્મ આપ્યો છે અને ચાહકો આ ખુશખબર સાંભળીને રાજીના રેડ થયા છે.

અભિનેતા નિહાર પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને આ સારા સમાચાર આપ્યા છે. નીહાર પંડ્યાએ નીતિ સાથે એક સુંદર ફોટ શેર કરીને સુંદર કેપ્શનમાં લખ્યું છે , તેમની પોસ્ટ પર અનેક લોકો કોમેન્ટ્સ કરી રહ્યા છે અને આ સેલેબ્સ આ દંપતીને અભિનંદન આપી રહ્યા છે.

નિહાર પંડ્યાએ  ફોટો શરે કરતા લખ્યું છે કે, ‘મારી સુંદર પત્ની મને મારા નાના બાળકને તે બધું શીખવવાનો મોકો આપી રહી છે જે મારા પિતાએ મને શીખવ્યું હતું. તે દરરોજ મારા જીવનમાં પ્રેમ ફેલાવી રહી છે. ખૂબ જ મજરુરી, નીતિ અને બાળક બંને સ્વસ્થ છે. આજે મુંબઈના આ સુંદર વરસાદના વાતાવરણમાં અમે અમારા દિકરાને આવતા જોયો. હાથ જોડીને, મોહન અને પંડ્યાના પરિવારજનો ડોકટરો, તેમના મિત્રો, પરિવાર અને બધા શુભેચ્છકોનો આભાર માને છે. જેમણે હંમેશા પ્રેમ અને ટેકો આપ્યો.

બીજી તરફ નીતિની બહેન શક્તિ મોહનને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ શેર કરીને આ વિશે માહિતી આપી છે. નીતિ અને નિહારની તસવીર શેર કરતાં તેણે લખ્યું છે કે – દીકરો થયો છે. ફોટામાં નિહાર કપાળ પર નીતિને કિસ કરતો જોવા મળી રહ્યો છે. નીતિની બીજી બહેન મુક્તિએ પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને માતા બનવા પર ખુશી વ્યક્ત કરી હતી અને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે નીતિ મોહને આ વર્ષે ફેબ્રુઆરીમાં ચાહકોને આ સારા સમાચાર આપ્યા હતા. આ સાથે તેણે પોતાની ઘણી તસવીરો પણ શેર કરી હતી, જેમાં તે બેબી બમ્પ ફ્લન્ટ કરતી જોવા મળી હતી. સિંગર નીતિ મોહન અને અભિનેતા નિહાર પંડ્યાએ હૈદરાબાદની હોટલ ફાલકનુમા પેલેસ ખાતે 15 ફેબ્રુઆરી 2019 ના રોજલગ્ન કર્યા.નીતિ મોહને ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’ થી ‘ઇશ્ક વાલા લવ’ સોંગથી શરૂઆત કરી હતી. આ સોંગ વિશાલ શેખરે કમ્પોઝ કર્યું હતું. આ પછી તેણે ફિલ્મ ‘જબ તક હૈ જાન’ નું ‘જીયા રે’ સોંગ ગાયું હતું જે પણ ખૂબ ચાલ્યું હતું.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code