Site icon Revoi.in

મહારાષ્ટ્રના નાંદેડમાં ટ્રેક્ટર કૂવામાં ખાબકતા છ શ્રમજીવીઓના ડુબી જવાથી મોત

Social Share

મુંબઈઃ મહારાષ્ટ્રના નાંદેડમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. નાંદેડમાં એક ટ્રેક્ટર કૂવામાં પડી જતાં છ મજૂરો ડૂબી ગયા હોવાની આશંકા છે. મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં શુક્રવારે ખેતમજૂરોને લઈ જતું એક ટ્રેક્ટર કૂવામાં પડી ગયું, એમ પોલીસે જણાવ્યું હતું. આ અકસ્માતમાં છ લોકોના ડૂબી જવાની આશંકા છે.

નાંદેડ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે 7.30 વાગ્યાની આસપાસ અલેગાંવ ગામમાં થયો હતો. તેમણે કહ્યું, ‘ટ્રેક્ટર પર ઓછામાં ઓછા 10 લોકો હતા અને તેઓ ખેતરમાં હળદર કાપવા જઈ રહ્યા હતા.’  અધિકારીએ જણાવ્યું હતું કે બે થી ત્રણ લોકોએ પોતાને બચાવ્યા હતા, જ્યારે છ કામદારો ડૂબી ગયા હોવાની આશંકા છે. તેમણે કહ્યું કે બચાવ કામગીરી ચાલુ છે અને હજુ સુધી કોઈ મૃતદેહ મળ્યો નથી. આ દૂર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Exit mobile version