
શિયાળામાં સુવા આરોગ્યને કરે છે ફાયદો – ગેસ, અપચા જેવી બીમારીમાં આપે છે રાહત
- સુવાનું સેવન આરોગ્યને રાખે છે હેલ્ઘી
- ગેસ અપચામાં આપે છે રાહત
સુવા આ નામ આપણે સાભળ્યું હશે અને મુખવાસમાં ખાધા પણ હશે, ખાસ શિયાળામાં તે ખૂબ ગુમ કરે છે કારણ કે તેની તાસિર ગરમ હોવાથી શિયાળામાં ખાવાથી ખૂબ ફાયદો થાય છે. સુવાની ભાજી પણ ખવાય છે. સુવા કડવા, તીખા, ગરમ, ભુખ લગાડનાર, આહારનું યોગ્ય પાચન કરનાર, હૃદય માટે હીતકારી તેમ જ વાયુ અને કફનાશક માનવામાં આવે છે. આ સાથે જ તે પચવામાં હલકા છે.સૂવા જે ખૂબ જ ગુણકારી ગણાય છે, સ્ત્રીની સુવાવડમાં ખાસ સુવાદાણામાં કોપરું અને તલ મિકિસ કરીને તેને ખવડાવવામાં આવે છે, સુવા હૃદય માટે ખૂબ ગુણકારી છે, તો બીજી તરફ તેના થી પાચન શક્તિ સુધરે છે આમ તેના ઘણા ફાયદાઓ જોવા મળે છે.
જાણો સુવાના સવેન કરાવાથી થતા અનેક ફાયદાઓ
સુવાદાણાનું અડધીથી પોણી ચમચી ચુર્ણ એક ચમચી સાકર સાથે ચાવીને ખાઈ જવાથી પેટનો ગૅસ, આફરો, ભરાવો, અપચો, અરુચી અને મંદાગ્ની મટે છે.સુવાની ભાજી વાયુનો નાશ કરે છે. એટલે વાયુના રોગોવાળાએ સુવાની ભાજી રોજ રાત્રે થોડી ખાવી.
જે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપે છે. સુવાદાણા પ્રાચીન કાળથી ખોરાક, ઔષધીય અને મસાલા તરીકે ઉપયોગમાં લેવાય છે.
સુવાદાણા સ્વાદ માં તીખા,ગરમ,ભૂખ લગાડનાર ,આહાર પચાવનાર,બળપ્રદ,હૃદય માટે હિતકારી,વાયુનાશક,પિત્તવર્ધક અને કફ,કૃમિ,શુળ,અનિદ્રા,આફરો અને વાયુના રોગો ને મટાડે છે.
પ્રસૂતા મહિલાનું ધાવણ વધારવા, પાચનક્રિયા સુધારવા તથા કીટાણુઓ નાશ કરવા માટે સુવા ખૂબ જ ઉપયોગી છે. રોજ અડધી ચમચી સુવાનું ચુર્ણ મધ કે ઘી સાથે સવારે ચાટવાથી સ્મરણશક્તિ માં વધારો થાય છે.
સુવાના ગુણોનો લાભ લેવા પા થી અડધી ચમચી સુવાદાણાનું ચુર્ણ પ્રકૃતી અનુસાર બે ચમચી મધ અથવા ઘી સાથે સવાર-સાંજ લેવું.જઠરાગ્ની પ્રબળ કરવા ઈચ્છનારે ઘી સાથે, રુપની ઈચ્છા રાખનારે મધ સાથે, બળ પ્રાપ્તીની કામનાવાળાએ સાકર અને ઘી અથવા તો તલના તેલ સાથે અને જેમની બરોળ વધી ગઈ હોય તેમણે સરસીયા તેલ સાથે સુવાદાણાનો ઉપયોગ કરવો જોઈએ.
સુવાદાણા અડધી ચમચી અને ગોળ એક ચમચી ખુબ ચાવીને ખા