
સ્માર્ટ સિટી રેન્કિંગઃ- ઉત્તરપ્રદેશમાં તાજસિટી આગ્રા પ્રથમ સ્થાને, સમગ્ર દેશમાં પાંચમાં નંબર પર
- સ્માર્ટી સિટીમાં દેશમાં આગ્રા પાંચમાં સ્થાને
- ઉત્તર પ્રદેશમાં પ્રથમ સ્થાન પર તાજસિટી ચમક્યું
લખનૌઃ- ઈન્ડિયા સ્માર્ટ સિટી કોન્ટેસ્ટમાં ઉત્તર પ્રદેશમાં આગરાએ પ્રથમ સ્થાવ મળએવ્યું છે, જ્યારે સમગ્ર દેશભરમાં આગ્રા પાંચમાં સ્થાન પર જોવા મળ્યું છે,આગ્રા સ્માર્ટ સિટીને બેસ્ટ ઇન કન્સ્ટ્રક્શન એન્ડ માઇક્રો સ્કિલ સેન્ટરના ઓપરેશનનો એવોર્ડ મળ્યો છે,આ સહીત આગ્રાને ફાસ્ટ ટ્રેક શહેરો માટે અને બીજા રાઉન્ડમાં તેના સારા પ્રદર્શન માટે શ્રેષ્ઠ એવોર્ડ પણ મળ્યો હતો.
સમગ્ર રાજ્યમાં એકંદરે રેન્કિંગમાં આગ્રા પ્રથમ સ્થાને છે અને દેશમાં પાંચમાં ક્રમે છે. સ્માર્ટ સિટી મિશનની 6 મી વર્ષગાંઠ પર ઇન્ડિયા સ્માર્ટ સિટી એવોર્ડ સ્પર્ધામાં આગ્રાને બે ઇનામો મળ્યા હતા. શુક્રવારે શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડને પસંદ કરેલા શહેરોને અભિનંદન આપ્યા હતા.
સ્માર્ટ સિટીએ 2 કરોડના ખર્ચે માઇક્રો સ્કિલ સેન્ટર શરૂ કર્યું હતું. જેનાથી તાજમહેલ પાસે સ્માર્ટ સિટીના એબીડી(એરિયા બેડ્ઝ ડેવલપમેન્ટ) ક્ષેત્રમાં તાજગંજમાં ચાર સ્થળો પર ખોલવામાં આવ્યા,અહીં મુગલ યુગના ઝરડોઝી અને આરસ મોઝેઇકની તાલીમ આપવામાં આવી હતી.આ સાથે જ ટીલા સઈદ નગર, નાલા શેખ બુલાકી, કોલ્હાઇ અને ચોક ચંદેરામાં 104 મહિલા સ્વ-સહાય જૂથો અને 1 હજાર 24 મહિલાઓને ઝરડોઝી અને માર્બલ મોઝેઇકની તાલીમ આપવામાં આવી હતી. આ કેન્દ્ર માટે દેશમાં શ્રેષ્ઠ તરીકે આગ્રાની પસંદગી કરવામાં આવી હતી.
તાજગંજ એબીડી વિસ્તાર માટે 1000 કરોડની 19 યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્યનું પ્રથમ ઈન્ટિગ્રેટેડ કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર આગ્રામાં જ શરૂ કરાયું હતું. આગ્રા સ્માર્ટ સિટીને સ્માર્ટ હેલ્થ સેન્ટરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે.