Site icon Revoi.in

ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષા: ગુજરાતમાં વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ

Social Share

નવી દિલ્હીઃ હવામાન વિભાગે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં છૂટાછવાયાં સ્થળોએ મધ્યમથી ભારે વરસાદ, હિમવર્ષાની આગાહી કરી છે.

આજે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ગિલગિટ બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ અને હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ અને વીજળી પડવાની શક્યતા છે તો ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં બરફવર્ષાની ગુજરાત પર અસર થઈ રહી છે. વહેલી સવારે અને રાત્રે હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

રાજ્યના મોટા ભાગના શહેરોમાં 30 થી 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું હતું તો અમદાવાદમાં 35, અમરેલીમાં 35.8, વડોદરામાં 35.2, ભાવનગરમાં 33.3 અને ગાંધીનગરમાં 34.8 ડિગ્રી નોંધાયું છે.