1. Home
  2. ગુજરાતી
  3. રાજ શાંડિલ્યની ‘કિસાન’ માં જોવા મળશે આ એક્ટર
રાજ શાંડિલ્યની ‘કિસાન’ માં જોવા મળશે આ એક્ટર

રાજ શાંડિલ્યની ‘કિસાન’ માં જોવા મળશે આ એક્ટર

0
Social Share
  • સોનુ સૂદ ‘કિસાન’ ફિલ્મમાં જોવા મળશે
  • અમિતાભ બચ્ચને ટ્વિટ કરી આપી શુભેચ્છા
  • આ ફિલ્મનું દિગ્દર્શન રાજ શાંડિલ્ય કરી રહ્યા છે

મુંબઈ: બોલિવુડ એક્ટર સોનુ સૂદ કોરોના અને લોકડાઉન સમયે જરૂરતમંદોના મસીહા બનીને આગળ આવ્યા હતા. તેમણે હજારો લોકોને દરેક શક્ય મદદ કરી છે. આજે પણ તેઓ લોકોની મદદે આગળ આવે છે.સોનુ સૂદની આ ઉમદા કૃતિઓએ તેની અંગત જીવન જ નહીં, પરંતુ વ્યાવસાયિક જીવનને પણ અસર કરી છે. સોનુ સૂદ પહેલા વધુ નેગેટીવ રોલ ભજવતા હતા,પરંતુ હવે તેને મોટાભાગે પોઝીટીવ રોલ મળવાનું શરૂ થયું છે.

રાજ શાંડિલ્યની આગામી ફિલ્મ કિસાનમાં સોનુ સૂદ લીડ રોલમાં નજરે પડશે. આયુષ્માન ખુરાનાની 2019ની કોમેડી ફિલ્મ ‘ડ્રીમ ગર્લ’ થી દિગ્દર્શકની શરૂઆત કરનાર ડાયરેક્ટર રાજ શાંડિલ્યે આ ફિલ્મથી સંબંધિત ટ્વિટ કર્યું, અને તેમણે લખ્યું કે, “આપણા ખેડૂત … દેશનું ગૌરવ. હું મારી આગામી ફિલ્મ કિસાનની ઘોષણા કરી રહ્યો છું. સોનુ સૂદ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે. ઇશ્વર નિવાસ આ ફિલ્મનું નિર્દેશન કરશે. ફિલ્મની જાહેરાત બાદ મેગાસ્ટાર અમિતાભ બચ્ચને ફિલ્મ સાથે સંકળાયેલા લોકોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટ્વિટ કર્યું કે, “ઇ નિવાસ દ્વારા નિર્દેશિત અને સોનુ સૂદ અભિનીત ફિલ્મ ‘કિસાન’ ને શુભકામનાઓ.”ફિલ્મ વિશેની વિગતવાર માહિતી હજી ઉપલબ્ધ નથી.

આ સાથે જ ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે સોનુ સૂદની નવી ફિલ્મ સાથે જોડાયેલી કેટલીક તસવીર પણ શેર કરી છે.

સોનુ સૂદે ક્યારેય વિચાર્યું ન હતું કે, કોઈ દિવસ તેમના વિશે કોઈ પુસ્તક લખવામાં આવશે. એક્ટરે કહ્યું કે, તે તેની માતાને યાદ કરી રહ્યો છે. સોનુએ કોરોનાવાયરસ લોકડાઉન દરમિયાન પ્રવાસી શ્રમિકોને મદદ કરવાના તેમના અનુભવને યાદ કરતા એક પુસ્તક લખ્યું છે. આ પુસ્તકનું ટાઇટલ ‘આઈ એમ નો મસીહા’ છે.

-દેવાંશી

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code