1. Home
  2. ગુજરાતી
  3. રાજકરણમાં એક્ટર સોનુ સૂદની એન્ટ્રીની શક્યતાઓ- ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીની જાહેરાત
રાજકરણમાં એક્ટર સોનુ સૂદની એન્ટ્રીની શક્યતાઓ- ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીની જાહેરાત

રાજકરણમાં એક્ટર સોનુ સૂદની એન્ટ્રીની શક્યતાઓ- ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીની જાહેરાત

0
Social Share
  • સોનુ સૂદે રાજકરમમાં રસ દાખવ્યો
  • બહેન માલ્વિકાએ ચૂંટણીની જાહેરાત કરી
  • સોનુ સૂદ ટૂંક સમયમાં કરી શકે છે પાર્ટીનું અલાન

દિલ્હીઃ-જ્યારે દેશમાં કોરોનાથી દરેક લોકોની સ્થિતિ ખરાબ હતી ત્યારે બોલિવૂડ એક્ટર સોનુ સૂદ મસિહા બનીને ઉભરી આવ્યો હતો, કોરોનાના સમયમાં તેણે અનેક લોકોની મદદ કરી હતી, ત્યારે હવે એક્ટર સોનૂ સૂદની દિલ્હીમાં કેજરીવાલ સાથેની મુલાકાત બાદથી તે રાજકારણમાં પ્રવેશ કરશે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

ત્યારે હવે ફરી એક વખત  આ ચર્ચાએ જોર પકડ્યું છે. વાત જાણે એમ છે કે સોનુ સૂદે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું છે કે તેની બહેન માલવિકા અને તેનો પરિવાર આવનારા થોડા દિવસોમાં ચૂંટણી રણનીતિ સાથે પાર્ટીની જાહેરાત કરશે. સોનુ સૂદ આવનારા 10 દિવસમાં પોતાની પાર્ટીની જાહેરાત કરશે, તેની બહેન માલવિકાએ પંજાબ વિધાનસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે.ત્યારે હવે ,સોનુ પણ પાર્ટીનું એલાન ટૂંક સમયમાં કરે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.

એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સોનુ સૂદે કહ્યું કે તે મોગા સ્થળ માટે કામ કરી રહ્યો છે અને કરતો રહેશે. સોનુએ હજુ સુધી જાહેરાત કરી નથી કે તે પોતાની પાર્ટી બનાવશે કે તેની બહેન કઈ પાર્ટીમાંથી ચૂંટણી લડશે. કોરોના મહામારી દરમિયાન, લોકોએ તેમને પાર્ટી માટેની અનેક સલાહ સુચનો આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે મોગા એ સોનુ નું જન્મ સ્થળ છે.

આ સાથે જ તેમણે લોકોને અપીલ પણ કરી કે સારા લોકોને મત આપો, જેથી દરેક પાર્ટી સારા લોકોને ટિકિટ આપે, તો જ દેશમાં પરિવર્તન આવશે. સોનુ સૂદ 4 જાન્યુઆરીએ જરૂરિયાતમંદ યુવતીઓ અને આશા વર્કરોને 1000 સાયકલનું વિતરણ પણ કરશે. તેઓ કહે છે કે જ્યારે તેઓ યુવતતૂઓને પગપાળા ભણવા જતા જુએ છે ત્યારે તેમને ખરાબ લાગે છે. ઉલ્લેખનીય છે કે વિતેલા મહિને સોનુ સૂદે પંજાબના વર્તમાન સીએમ ચરણજીત સિંહ ચન્ની સાથે મુલાકાત કરી હતી. ત્યારથી તેમના રાજકરણમાં આવવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

tags:
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code