
સૌરવ ગાંગુલી કોરોનાથી સાજા થઈ ઘરે પરત ફર્યાઃ બે અઠવાડિયા સુધી ઘરમાં જ રહેશે આઈસોલેટ
- સૌરવ ગાંગુલી કોરોનાથી સાજા થયા
- હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા
- 2 અઠવાડિયા રહેશે હોમ આઈસોલેશન હેઠળ
દિલ્હીઃ- તાજેતરમાં કોરોનાનું સંક્રમણ એટલીહદે ફેલાયું છે કે તે હવે સેલિબ્રિટીઓને પણ પોતાની ઝપેટમાં લઈ રહ્યું છે ત્યારે થોડા દિવસ પહેલા જ બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે હવે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે કે તેઓ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા છે.
બીસીસીઆઈ પ્રમુખ સૌરવ ગાંગુલી કોરોનામાંથી સ્વસ્થ થઈ ગયા છે. તેઓને વુડલેન્ડ હોસ્પિટલમાંથી પણ રજા આપવામાં આવી છે. જો કે, હજી પણ તેઓ આવનારા બે અઠવાડિયા સુધી,ડોકટરોની દેખરેખ હેઠળ પોતાના ગરમાં જ આઈસોલેટ રહેશે.
ઉલ્લેખનીય છે કે સોમવારે તેમનો કોરોના ટેસ્ટ કરાવ્યો અને રાત્રે ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમનામાં કોરોનાના હળવા લક્ષણોજોવા મળ્યા હતા, ત્યારબાદ તેમને કોલકાતાની વુડલેન્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહીં ચાર દિવસ સુધી તેની સારવાર ચાલી હતી.
સૌરવ ગાંગુલીને હોસ્પિટલમાં મોનોક્લોનલ એન્ટી બોડી કોકટેલ થેરાપી આપવામાં પણ આવી હતી. ઉલ્લેખનીય છે કે હોસ્પિટલમાંથી એ વાત સાફ સાફ કહેવામાં આવી હતી કે કતેઓ ઓમિક્રોન પોઝિટિવ ન હતા તેઓને માત્ર કોરોના થયો હતો અને એટલે જ તેઓ થોડા જ દિવસોમાં સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
વૂડલેન્ડ હોસ્પિટલ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “અમે સૌરવ ગાંગુલીને આજે બપોરે રજા આપી દીધી છે. તેઓને બે સપ્તાહ સુધી ડોક્ટરોની દેખરેખ હેઠળ ઘરે અલગ રાખવામાં આવશે. ત્યાર બાદ વધુ સારવાર અંગે નિર્ણય લેવામાં આવશે.”