Homeગુજરાતીદેશ-વિદેશદક્ષિણ કોરિયા વર્ષના અંત સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય સંસાધનો મોકલશે

દક્ષિણ કોરિયા વર્ષના અંત સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટમાં સૈન્ય સંસાધનો મોકલશે

સિયોલ, 4 સપ્ટેમ્બર 2026: હોર્મુઝ સ્ટ્રેટ જેવા મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ પર જહાજોની સુરક્ષિત અવરજવર અને ‘ફ્રીડમ ઓફ નેવિગેશન’ને સમર્થન આપવા માટે દક્ષિણ કોરિયા પોતાના સૈન્ય સંસાધનો તૈનાત કરવાની તૈયારી કરી રહ્યું છે. દક્ષિણ કોરિયાના મીડિયા અહેવાલો મુજબ, સરકાર આ વર્ષના અંત પહેલાં જ આ તૈનાતીને આખરી ઓપ આપી શકે છે અને સંસદની મંજૂરી મેળવવાની પણ તયારીઓ ચાલી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર સમુદ્રી ગસ્તી વિમાન, લોજિસ્ટિક્સ સપોર્ટ જહાજ અને માઈન્સ હટાવતી યુનિટને તૈનાત કરવાના વિકલ્પો પર વિચાર કરી રહી છે. આ અંગે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશો સાથે પણ ચર્ચા ચાલી રહી છે. જોકે, રાષ્ટ્રપતિ ભવન ‘બ્લુ હાઉસ’ એ સ્પષ્ટ કર્યું છે કે હાલ વ્યવહારુ ઉપાયો પર ચર્ચા ચાલી રહી છે અને સત્તાવાર નિર્ણય લેવાયો હોવાના અહેવાલો હજુ માત્ર અટકળો જ છે. અગાઉ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ કોરિયા દ્વારા સંયુક્ત સૈન્ય અભ્યાસ ઘટાડવા પાછળ ઈરાન સંઘર્ષમાં મદદ ન કરવાનું કારણ આપ્યું હતું, ત્યારે દક્ષિણ કોરિયાનું આ સંભવિત પગલું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular