1. Home
  2. revoinews
  3. સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ
સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની  બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર’ની બોક્સ ઓફીસ પર શાનદાર ઓપનિંગ

0
Social Share

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટાર રજનિકાંત સાઉથના ભગવાન સમાન છે તેમની કોઈ પણ ફિલ્મ રિલીઝ થાય એટલે તહેલકો મચાવે છે ત્યારે તાજેતરમાં પણ કઈક આવું જ જોવા મળ્યું છે રજનીકાંતની ફિલ્મ જેલરે રિલીઝ થતાની સાથે જ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કર્યું છે,

રજનીકાંતની ફઇલ્મ જેલર  જ્યાં 2023માં આ ફિલ્મ પઠાણ અને આદિપુરુષ બાદ ત્રીજી સૌથી મોટી ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે, જ્યારે તમિલનાડુમાં આ ફિલ્મ ઓપનિંગના મામલે નંબર વન છે.
બીજી તરફ કોલીવુડના જેલરે ઘણા રેકોર્ડ તોડ્યા છે. તે જ સમયે, પ્રથમ દિવસના કલેક્શન પછી, ચાહકો અનુમાન કરી શકે છે કે વીકએન્ડ પર કેટલી કમાણી થશે કારણ કે ફિલ્મની એડવાન્સ બુકિંગ પહેલાથી જ રેકોર્ડ તોડી ચૂકી છે.
બોક્સ ઓફિસ ટ્રેકર સચનિકના જણાવ્યા અનુસાર, સુપરસ્ટાર રજનીકાંત સ્ટારર ફિલ્મ જેલરે ભારતમાં તમામ ભાષાઓમાં 44.50 કરોડની કમાણી કરી છે. જ્યારે ઈન્ડિયા ગ્રોસ 52 કરોડ છે. બીજી બાજુ ભાષાઓની વાત કરીએ તો સૌથી વધુ ફિલ્મે તમિલનાડુમાં 23 કરોડની કમાણી કરી છે. જ્યારે તેણે કર્ણાટકમાં 11 કરોડ, કેરળમાં 5 કરોડ અને બાકીના ભારતમાં 13 કરોડની કમાણી કરી છે.
જેલરે રિલીઝ થતાની સાથે જ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા છે, જેમાં તે 2023માં તમિલનાડુમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી પ્રથમ ફિલ્મ બની છે. તે કોલીવુડ માટે કર્ણાટકમાં ઓલ ટાઈમ રેકોર્ડ ઓપનિંગ ફિલ્મ છે. તે જ સમયે, ઓપનિંગની બબાતે, તે કેરળમાં 2023 માં સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ પણ બની ગઈ છે
ઉલ્લેખનીય છે કે, 15 ઓગસ્ટ સુધી રજનીકાંતના જેલરનું એડવાન્સ બુકિંગ થઈ ગયું છે. જ્યારે થિયેટરોની બહાર ચાહકોની ભીડ જોવા મળી રહી છે. પહેલા વીકેન્ડ પર ફિલ્મ કેટલી કમાણી કરે છે તે જોવું રસપ્રદ રહેશે.
એટલું જ નહી રજનીકાંતની સાઉથમાં લોકપ્રિ.તા એટલી હદે છે કે  જેલર ફિલ્મને લઈને થાલપથી વિજય અને રજનીકાંતના ચાહકો એકબીજા સાથે અથડાયા હતા. રજનીકાંતના સમર્થકોનો આરોપ છે કે વિજયના ચાહકોએ ફિલ્મ જેલરનો નકારાત્મક રિવ્યુ આપ્યો હતો. રજનીના ચાહકોએ માત્ર આ બાબત પર થાલાપથી વિજયના સમર્થકોને ઉગ્રતાથી માર્યા હતા. આ ઘટનાએ ચેન્નાઈના એક થિયેટરની બહાર વાતાવરણ બગાડ્યું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code