1. Home
  2. ગુજરાતી
  3. સાઉથ સુપર સ્ટાર વિજય થલપતિની બમ્પર કમાણી કરનારી ફિલ્મ ‘લિઓ’ હવે ઓટીટી પર થશે રિલીઝ,જાણો કયા દિવસે જોવા મળશે
સાઉથ સુપર સ્ટાર વિજય થલપતિની બમ્પર કમાણી કરનારી ફિલ્મ ‘લિઓ’ હવે ઓટીટી પર થશે રિલીઝ,જાણો કયા દિવસે જોવા મળશે

સાઉથ સુપર સ્ટાર વિજય થલપતિની બમ્પર કમાણી કરનારી ફિલ્મ ‘લિઓ’ હવે ઓટીટી પર થશે રિલીઝ,જાણો કયા દિવસે જોવા મળશે

0
Social Share

મુંબઈઃ સાઉથ સુપર સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ લીયો  સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ઘૂમ મચાવી રહી હતી આ ફિલ્મે રિલીઝની સાથે જ તાબડતોડ કમાણી કરી હતી ત્યારે હવે આ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થછવાની તૈયારીમાં છે.

થલાપથી વિજયની ફિલ્મ લીયો સિનેમાઘરોમાં રિલીઝ થઈ ત્યારથી  છવાઈ ગઈ છે. . લીયો ઘણી ભાષાઓમાં રિલીઝ થઈ છે. આ સમગ્ર ભારતમાં ફિલ્મ અઠવાડિયાના દિવસોમાં પણ સારી કમાણી કરી રહી છે. આ ફિલ્મ 19 ઓક્ટોબરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે પોતાની જોરદાર કમાણી સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા. તે જ સમયે, હવે આ ફિલ્મ OTT પર રીલિઝ થવા જઈ રહી છે

થલાપથી વિજયની ‘લિયો’ OTT રિલીઝ માટે તૈયાર છે થોડા દિવસો પહેલા સમાચાર આવ્યા હતા કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર 21 નવેમ્બરના રોજ રીલિઝ થવા જઈ રહી છે. પરંતુ હવે ઈન્ડિયા ડોટ કોમમાં છપાયેલા અહેવાલ મુજબ આ ફિલ્મ આ પહેલા પણ OTT પર રીલિઝ થવા જઈ રહી છે.

આ ફિલ્મ 21 નવેમ્બર પહેલા OTT પર રિલીઝ થશે આ રિપોર્ટ અનુસાર, થલાપથી વિજયની લીઓનું પ્રીમિયર 21ને બદલે 16 નવેમ્બરે Netflix પર થશે. જો કે, હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે ‘લિયો’ 6 દિવસમાં 500 કરોડની કમાણી કરનાર પ્રથમ તમિલ ફિલ્મ બની છે આ ફિલ્મનું નિર્દેશન લોકેશ કંગરાજે કર્યું છે. ફિલ્મમાં થલપથી વિજયની સાથે સંજય દત્ત, ત્રિશા, ગૌતમ વાસુદેવ મેમણ, મિશ્કીન, મેડોના સેબેસ્ટિયન જેવા ઘણા સ્ટાર્સ જોવા મળે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code