
સાઉથની ફિલ્મ ‘સાલાર’ એ રિલિઝ પહલા જ કરોડોની કરી કમાણી , અમેરિકામાં ધૂમ વેચાઈ ટિકિટ
મુંબઈ – આ મહિનામાં અનેક સુપરહિટ ફિલ્મો આવી રહી છે ત્યારે અનેક ફિલ્મ નું બૂકિંગ પણ શરૂ થઈ ચૂક્યું છે શરૂઆતના દિવસોમાં ‘એનિમલ’ અને ‘સામ બહાદુર’ જેવી ફિલ્મો રિલીઝ થશે, જ્યારે વર્ષના અંતમાં ‘ડિંકી’ અને ‘સાલાર’ વચ્ચે બોક્સ ઓફિસ પર ટક્કર થશે.
જો સાલારના એડવાન્સ બુકિંગની વાત કરવામાં આવે તો શાનદાર ટિકિટ વેચાઈ રાગી હોવાનું સામે આવ્યું છે પ્રશાંત નીલ દિગ્દર્શિત ‘સાલાર’નું પ્રમોશન હજી શરૂ થયું નથી. પરંતુ ફિલ્મને લઈને ચાહકોમાં ઉત્તેજના યથાવત્ છે.
જો ભારતમાં તેના એડવાન્સ બુકિંગની વાત કરીએ તો તે હજુ શરૂ થયું નથી, પરંતુ યુએસએમાં તેણે એડવાન્સ બુકિંગમાં સારું કલેક્શન કર્યું છે. બહાર આવેલી માહિતી અનુસાર, ‘સાલાર’ યુએસમાં બે કરોડનો આંકડો પાર કરી ચૂકી છે.
તો પ્રભાસની ફિલ્મની ઘણી ટિકિટો વેચાઈ હતી સોશિયલ મીડિયા પર ફિલ્મના એડવાન્સ બુકિંગના લેટેસ્ટ આંકડા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં ‘સાલર’ની લગભગ 10 હજાર ટિકિટો વેચાઈ ચૂકી છે. ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે ‘સાલારે’ 306 સ્થળોએથી 2 કરોડ 3 લાખ રૂપિયાની કમાણી કરી છે.
આ આંકડા ત્યાં ચાલી રહેલા 939 શોના છે. પ્રભાસની ‘સલાર’ એવા સમયે એડવાન્સ બુકિંગમાં આગળ વધી રહી છે જ્યારે તેની રિલીઝને 24 દિવસ બાકી છે. જો કે હજુ સુધી ફિલ્મનું ટ્રેલર રીલિઝ થયું નથી. ‘સલાર’નું ટ્રેલર 1 ડિસેમ્બરે રિલીઝ થશે.