લખનૌઃ સમાજવાદી પાર્ટીના નેતા અને લોકસભા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કની નવેમ્બર 2024માં ઉત્તર પ્રદેશના સંભલમાં થયેલી હિંસાના કેસમાં મુશ્કેલી વધે તેવું લાગે છે. સૂત્રોનો દાવો છે કે શાહી જામા મસ્જિદના સદર ઝફર અલીના કેસમાં દાખલ કરાયેલી કેસ ડાયરીમાં સપા સાંસદનું નામ પણ છે.
પોલીસે આજે કોર્ટમાં એડવોકેટ સદર ઝફર અલીની કેસ ડાયરી દાખલ કરી હતી. સૂત્રોનો દાવો છે કે કેસ ડાયરીમાં સદર ઝફર અલી અને સપા સાંસદ ઝિયા ઉર રહેમાન બર્ક સંભલ હિંસાના માસ્ટરમાઇન્ડ હોવાના મજબૂત પુરાવા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સદર ઝફર અલીએ કેસ ડાયરીમાં કબૂલાત કરી છે કે સપા સાંસદે તેમના પર ભીડ એકઠી કરવા અને સર્વેનો વિરોધ કરવા દબાણ કર્યું હતું. ઝફર અલીની જામીન અરજી પર ADJ કોર્ટમાં 4 એપ્રિલે સુનાવણી થવાની છે.