Site icon Revoi.in

સ્પેનઃ કાર દૂર્ઘટનામાં પોર્ટુગલના ફુટબોલર ડિઓગો જોટાનું નિધન

Social Share

સ્પેનમાં સર્જાયેલી માર્ગ અકસ્માતની એક ઘટનામાં લિવરપૂલ માટે રમનાર પોર્ટુગલના ફુટબોલ ખેલાડી ડિઓગો જોટાનું અવસાન થયું હતું. આ દૂર્ઘટનામાં જિઓગો જોટાના ભાઈનું પણ મોત થયાનું જાણવા મળે છે. સમગ્ર ઘટનાને પગલે પોર્ટુગલ ફુટબોલ ફેડરેશનએ દુઃખ વ્યક્ત કરીને જિઓગો જોટાનાને શ્રદ્ધાંજલી પાઠવી હતી.

લિવરપૂલ માટે રમનારા પોર્ટુગલના ફૂટબોલ ખેલાડી ડિઓગો જોટાનું કાર અકસ્માતમાં અવસાન થયું હોવાનું જાણવા મળે છે. તેના લગ્ન માત્ર 10 દિવસ પહેલા જ રૂટ કાર્ડોસો સાથે થયા હતા. ઘણા વિદેશી મીડિયાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, તેમના ભાઈનું આ કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને સોશિયલ મીડિયા પર આ વાતની પુષ્ટિ કરી અને શ્રદ્ધાંજલિ આપી છે.

પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને એક નિવેદન જારી કરીને કહ્યું કે, “પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશન અને સમગ્ર પોર્ટુગીઝ ફૂટબોલ સમુદાય આજે સવારે સ્પેનમાં ડિઓગો જોટા અને તેમના ભાઈ આન્દ્રે સિલ્વાના મૃત્યુથી સંપૂર્ણપણે આઘાતમાં છે.”

Exit mobile version