1. Home
  2. ગુજરાતી
  3. વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી
વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી

વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ ટિપ્સ – જેનાથી વાળ બનશે સુંદર અને રેશમી

0
Social Share

સાહિન મુલતાની-

બદલતી ઋુતુની સાથે શરીરની કાળજી જરુરી છે, તેજ પ્રમાણે વાળની કાળજી પણ ખૂબ જ જરુરી છે,ઉનાળાની સિઝનમાં બહાર જતા વખતે જાણે આપણું માથું ગરમ થઈને તપી જાય છે, સાથે-સાથે વાળ પણ રુસ્ક બને છે, ત્યારે ખાસ ઉનાળામાં વાળને સુંદર  અને કોમળ બનાવવા માટે તથા માથામાં ઠંકડ પહોંચાડવા માટે મહેંદી નાખવામાં આવે છે કારણ કે મહેંદીની તાસીર ઠંડી છે, અર્થાત મહેંદીનો મૂળ ગુણ ઠંડક આપવાનો અને કલર આપવાનો હોય છે, આ મહેંદીને દરેક લોકો જૂદી જૂદી રીતે પલાળતા હોઈ છે, આજે આપણે વાળમાં નાખવાની મહેંદીને પલાળવાની ખાસ રીત જોઈશું. જેનાથી આંખોમાં પણ ઠંડક મળે છે અને વાળ પણ સારા બને છે.અને કેટલીક ટિપ્સથી વાળનો ખોરો પણ દૂર થાય છે.

શા માટે વાળમાં મહેંદી નાખવામાં આવે છે જાણો

વાળમાં મહેંદી નાખવાથી માથામાં ઠંડક પહોંચે છે, પગના તળીયામાં બળતરા થતી હોય તો પગમાં પણ મેંહદી લગાવવાથી ઠંડક મળે છે, વાળમાં મહેંદી લગાવવાથી વાળ સુંદર બને છે, અને જો મેંહદીને છાસમાં કે પછી દંહીમાં પલાળીને નાખવામાં આવે તો ખોળો પણ દૂર થાય છે. બરછટ બની ગયેલા વાળમાં તાજગી આવે છે, પરંતુ મહેંદી વર્ષમાં વધુને વધુ 4 થી 5 વખત જ નાખવી જોઈએ, વધુ પડતી મહેંદી પણ વાળ ખરાબ કરે છે

મહેંદીને કઈ રીતે પલાળવી જોઈએ જાણો

  • મહેંદીને કોફીમાં પલાળવાથી વાળમાં સારો કલર આવે છે, અવને વાળ રેશમી સુંદર બને છે
  • મહેંદીને છાસ કે દહીમાં 4 થી 5 કલાક પલાળીને માથામાં નાખવાથી ખોળો દૂર થાય છે, સાથે સાથે વાળ ખરતા અટકે છે
  • મહેંદીને હંમેશા લોખંડના વાસણમાં પલાળવી જોઈએ, લોખંડના કાટથી મેહંદીનો રંગ સારો આવે છે.
  • મહેંદી લગાવ્યા બાદ વાળ શેમ્પૂથી ન ધોવા જોઈએ, પરંતુ વાળામાં કન્ડિશનર કરવું જોઈએ જેથી વાળ કોમયલ બનશે
  • મેહંદી લગાવીને વાળ વોશ કર્યા બાદ વાળ  કોરો થાય એટલે તરત વાળમાં ઓઈલ કરીદો જેથી વાળમાં મહેંદીનો કલર વધુ સમય ટકી રહેશે
  • ચાની પત્તીને પાણીમાં 3 થી 5 મિનિટ ઉકાળીને પાણી ઠંડૂ થયા બાદ તેમાં મહેંદી પલાળવાથી પણ વાળ સ્ટ્રોંગ બને છે.
  • ઘણા લોકો મહેંદીમાં લીબૂંનો ઉપયોગ કરતા હોય છે, લીબૂંથી માથાનો ખઓળો દૂબ થાય છે.
  • બીટને ક્રશ કરી લઈને તેના જ્યૂસમાં મહેંદી પલાળવાથી પણ વાળમામં સારો અને કુદરતી કલર આવે છે, તથા વાળ ખૂબજ રેશમી પણ બને છે
  • મહેંદી પલાળીને માથામાં માત્રને માત્ર 4 કલાક જ રાખવી જોઈએ, કારણ કે 4 કલાકમાં મહેંદી પોતાનો રંગ વાળમાં બરાબર છોડી  દે છે.
  • મહેંદીમા એલોવીરા જેલ નાખીને પણ વાળમાં લગાવી શકાય છે, જેનાથી વાળ મજબૂત બનશે અને રેશમી પણ બનશે

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code