1. Home
  2. ગુજરાતી
  3. સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ
સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ

સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ

0
Social Share
  •  અનુપમા સેટ પર કોરોનાનો કહેર
  • રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ
  • ખુદ થઇ હોમ આઇસોલેટ 

મુંબઈ : દેશભરમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. મહારાષ્ટ્ર અને મુંબઈ રાજ્યોમાં લોકો સૌથી વધુ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. રોજિંદા શૂટિંગ પર જતા ટીવી કલાકારો પણ આ મહામારીથી બચી શકતા નથી. ત્યાં સ્ટાર પ્લસ પર પ્રસારિત ધારાવાહિક અનુપમાની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

રૂપાલીની સાથો સાથ તેના ઓનસ્ક્રીન દીકરાની ભૂમિકા ભજવનાર અભિનેતા આશિષ મેહરોત્રાને પણ થોડા દિવસો પહેલા કોરોના થયો હતો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બંને અભિનેતાઓની સાથે અનુપમા સીરીયલના કેટલાક ક્રૂ મેમ્બર્સ પણ કોવિડ 19 નો શિકાર થઈ ગયા છે. પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે માહિતી આપતી વખતે રૂપાલીએ કહ્યું હતું કે, તે ઘરમાં કવોરેન્ટાઈન થઇ ગઈ છે. તેમનામાં કોરોનાના ખૂબ જ હળવા લક્ષણો જોવા મળ્યાં છે.

ટીવી કલાકારોની વાત કરીએ તો હાલમાં જ કલર્સની મોલક્કી સિરીયલની પ્રમુખ સ્ટાર કાસ્ટ રાસપુત્રા અમર ઉપાધ્યાય, પ્રિયલ મહાજન, ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસા, ઇશ્ક ફેમ અંકિત સિવાચ અને તારક મહેતા ફેમ મંદાર ચાંદવાલકર પણ કોરોનાની ચપેટમાં આવી ચુક્યા છે.

દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code