1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડોદરામાં પૂરફાટ ઝડપે આવેલા બાઈકે મહિલાને અડફેટમાં લીધી, મહિલા અને બાઈકચાલકના મોત
વડોદરામાં પૂરફાટ ઝડપે આવેલા બાઈકે મહિલાને અડફેટમાં લીધી, મહિલા અને બાઈકચાલકના મોત

વડોદરામાં પૂરફાટ ઝડપે આવેલા બાઈકે મહિલાને અડફેટમાં લીધી, મહિલા અને બાઈકચાલકના મોત

0

વડોદરાઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. જેમાં જુના પાદરા રોડ પર વધુ એક અકસ્માત સર્જાતા બે ના મોત નિપજ્યા હતા. શહેરના જુના પાદરા રોડ ઉપર વહેલી સવારે દૂધ લેવા નીકળેલી મહિલાને પૂરફાટ ઝડપે પસાર થતાં  બાઈક ચાલકે અડફેટમા લીધી હતી. આ ઘટનામાં મહિલા તેમજ બાઈક ચાલક,  બંનેનું  ઘટનાસ્થળ પર મોત નિપજ્યુ હતું. આ બનાવને પગલે વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકો પહોંચી ગયા હતા. બંનેના મૃતદેહોને 108 એમ્બ્યુલન્સ બોલાવીને સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોમાંથી આ અકસ્માતની વિગતો એવી જાણવા મળે છે. કે, વડોદરાના જુના પાદરા રોડ ઉપર રહેતા મંજુલાબેન ભીખાભાઇ પટેલ નામની મહિલા સવારે  દૂધ લેવા માટે નીકળ્યા હતા. દરમિયાન અક્ષર ચોક તરફથી બાઈક લઈને પૂરપાટ આવી રહેલા બાઇક ચાલક રાધવ સુબોધભાઈ ખેરસિંગર (ઉ.વ.25) એ મહિલાને અડફેટમાં લીધી હતી. જેમાં મહિલાનું સ્થળ પર મોત નીપજ્યું હતું. જ્યારે  બાઈકચાલક પણ રોડ ઉપર પટકાતા તેનું પણ સ્થળ પર મોત નીપજ્યું હતું.

વહેલી સવારે આ ઘટના બનતાની સાથે જ લોકોના ટોળાં એકત્ર થઈ ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી. બંને મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. તે સાથે પરિવારજનો અને સોસાયટીના લોકો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા.

આ ઘટના બનતા મોર્નિંગ વોકમાં નીકળેલા એક સજ્જનએ જણાવ્યું હતું કે, મંજુલાબેન પટેલ અમારી સોસાયટીની બાજુમાં આવેલી સોસાયટીમાં પરિવારની સાથે રહેતા હતા. સવારે 6 વાગે તેઓ દૂધ લેવા માટે નીકળ્યા હતા. તેમની સાથે એક નાની બાળકી પણ હતી. ત્યારે અક્ષર ચોક તરફથી પુરપાટ આવી રહેલા બાઇક ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. જેમાં તેમનું સ્થળ ઉપર કરુણ મોત નીપજ્યું હતું. સાથે બાઇક ચાલક યુવાનનું પણ મોત નિપજ્યું હતું. જ્યારે બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. જુના પાદરા રોડ વિસ્તારમાં અરેરાટી ફેલાવી દેનાર આ બનાવ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.