1. Home
  2. ગુજરાતી
  3. ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો સમાપન સમારોહ: બજરંગ પુનિયાએ ભારતીય દળનું કર્યું નેતૃત્વ
ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો સમાપન સમારોહ: બજરંગ પુનિયાએ ભારતીય દળનું કર્યું નેતૃત્વ

ટોક્યો ઓલિમ્પિક્સ 2020નો સમાપન સમારોહ: બજરંગ પુનિયાએ ભારતીય દળનું કર્યું નેતૃત્વ

0
Social Share
  • ટોક્યો ઓલિમ્પિકનો સમાપન સમારોહ યોજાયો
  • સ્ટેડિયમ લાઇટિંગથી ઝળહળી ઉઠ્યું
  • બજરંગ પુનિયાએ કર્યું ભારતીય દળનું નેતૃત્વ

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકના સમાપનની અંતિમ ક્ષણો એટલે કે સમાપન સમારોહ શરૂ થઇ ચૂક્યો છે. આ વખતે ક્લોઝિંગ સેરેમનીમાં Worlds We Share થીમ છે. આ વખતના ટોક્યો ઓલિમ્પિકમાં ભારતનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ સહિત ભારતે કુલ 7 મેડલ મેળવ્યા છે.

આ વખતે ક્લોઝિંગ સેરેમનીમાં 10 ભારતીય એથલેટ્સ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. ઉદ્વાટન સમારોહમાં ખેલાડીઓએ જ્યાં પરંપરાગત પોષાક પહેર્યા હતા ત્યાં સમાપન સમારોહમાં ટ્રેક સૂટમાં ખેલાડીઓ જોવા મળ્યા હતા. સમાપન સમારોહમાં ભારતનું નેતૃત્વ બ્રોન્ઝ મેડલ જીતનારા બજરંગ પુનિયાએ કર્યું હતું. તેઓ તિરંગો લઇને સૌથી આગળ ચાલ્યા હતા.

સમાપન સમારોહ દરમિયાન સ્ટેડિયમનો અદ્દભુત નજારો

સમાપન સમારોહમાં સૌથી પહેલા જાપાનનનો ઝંડો લાવવામાં આવ્યો

પોત પોતાના દેશના ઝંડા સાથે ખેલાડીઓનું સ્ટેડિયમમાં આગમન

નોંધનીય છે કે ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ અને બોક્સર એમસી મેરીકોમ ઓપનિંગ સેરેમનીમાં ભારતના ધ્વજવાહક હતા.

મહત્વનું છે કે, ઈન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પ્રોટોકોલ મુજબ ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપડા એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત ભવિષ્યની ખેલ સ્પર્ધાઓમાં દેશના ધ્વજવાહક બનશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code