SPORTSગુજરાતી

વિરાટની ‘સિદ્વિ’: તોડ્યો સચિનનો વધુ એક રેકોર્ડ, બનાવ્યા સૌથી ઝડપી 22000 આંતરરાષ્ટ્રીય રન

  • ભારતીય ક્રિકેટ ટીમના સૂકાની વિરાટ કોહલીની સિદ્વિ
  • આંતરરાષ્ટ્રીય મેચોમાં સૌથી ઝડપી 22000 રનનો બેટ્સમેન સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો
  • આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી

સિડની: ભારતીય ટીમના સૂકાની વિરાટ કોહલી નવા નવા રેકોર્ડ બનાવીને સફળતાના શીખરો સર કરી રહ્યા છે. હવે કોહલીએ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં વધુ એક રેકોર્ડ બનાવ્યો છે. કોહલીએ સૌથી ઝડપી 22000 રન બનાવીને ભૂતપૂર્વ ભારતીય બેટ્સમેન માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડ્યો છે.

આ રેકોર્ડ સુધી પહોંચવા માટે વિરાટ કોહલીએ 462 ઇનિંગ્સ રમી છે, જ્યારે સચિન 493 ઇનિંગમાં આ આંકડા સુધી પહોંચ્યા હતા. મેચની વાત કરીએ તો વિરાટ કોહલીએ 418 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. બીજી તરફ સચિને તેમની 418 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21 હજારનો આંકડો પાર કરી લીધો હતો.

તે ઉપરાંત કોહલીએ રવિવારે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી બીજી મેચમાં વધુ એક સિદ્વિ હાંસલ કરી છે. કોહલીએ વનડે ક્રિકેટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ રન બનાવનારા બેટ્સમેનની યાદીમાં મુહમ્મદ અઝહરુદ્દીનને પાછળ છોડી દીધા છે. કેપ્ટન તરીકેની 91મી મેચમાં કોહલીએ અઝહર (5243)ને પાછળ છોડી દીધા. કોહલીએ અગાઉ 90 મેચની 86 ઇનિંગ્સમાં 5168 રન બનાવ્યા હતા. તેઓ અઝહરથી 75 રન પાછળ હતા.

નોંધનીય છે કે સૂકાની તરીકે કોહલીનું પ્રદર્શન સર્વશ્રેષ્ઠ રહ્યું છે. વિરાટે વનડેમાં કેપ્ટન તરીકે રિપોર્ટ લખવાના સમય સુધીમાં 21 સદી ફટકારી છે. કોહલીએ આ મેચમાં 89 રનની ઇનિંગ્સ રમી હતી. તેમણે 87 બોલની ઇનિંગ્સમાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા.

(સંકેત)

Related posts
SPORTSગુજરાતી

ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી હાર્દિક-કૃણાલ પંડ્યાના પિતાનું નિધન

ભારતીય ટીમના ક્રિકેટર હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાના પિતાનું નિધન વડોદરા રહેતા તેના પિતા હિમાંશુ પંડ્યાનું હાર્ટ એટેકેના કારણે નિધન બંને ભાઇઓ પોતાના પિતાના…
SPORTSગુજરાતી

સચિનના પુત્ર અર્જુન તેંડુલકરે મુંબઇની સીનિયર ટીમમાં કર્યું ડેબ્યૂ, હવે IPLની હરાજીમાં થઇ શકશે સામેલ

અર્જુન તેંડુલકરે મુંબઇની સીનિયર ટીમમાં કર્યું ડેબ્યૂ હવે ટૂંક સમયમાં IPLની હરાજીમાં થઇ શકે છે સામેલ મુંબઇ: ક્રિકેટ જગતના મહાન ખેલાડી સચિન…
SPORTSગુજરાતી

બ્રિસ્બેનમાં ભારતીય ખેલાડીઓ જાતે ટોયલેટ સાફ કરવા મજબૂર, BCCIએ કરવી પડી દખલ

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની છેલ્લી મેચ પહેલા ભારતીય ટીમ બ્રિસ્બેન પહોંચી અહીંયા હોટલમાં ભારતીય ટીમના ખેલાડીઓ જાતે જ ટોયલેટ સાફ કરી રહ્યા છે ભારતીય…

Leave a Reply