1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટના આજી ડેમમાં SRPના જવાનોએ બોટિંગ, સ્વિમિંગ કરીને કરતબો કર્યા, તિરંગો લહેરાવ્યો
રાજકોટના આજી ડેમમાં SRPના જવાનોએ બોટિંગ, સ્વિમિંગ કરીને કરતબો કર્યા, તિરંગો લહેરાવ્યો

રાજકોટના આજી ડેમમાં SRPના જવાનોએ બોટિંગ, સ્વિમિંગ કરીને કરતબો કર્યા, તિરંગો લહેરાવ્યો

0
Social Share

રાજકોટઃ  દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઊજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેમાં શનિવારથી ત્રણ દિવસ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શનિવારે રાજકોટ શહેરમાં એસઆરપી જૂથ 13ના એસડીઆરએફ ટીમનાં જવાનોએ આજી ડેમ ખાતે બોટિંગ અને સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનવના કરતબો કર્યા હતા. એસઆરપી જવાનોના કરતબો નિહાળવા માટે આજી ડેમના કાંઠે લોલો એકઠા થયા હતા.

રાજકોટ શહેર તિરંગા ઉત્સવમાં રંગીલુ બન્યુ છે. ઘેર-ઘેર તિરંગો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જ તિરંગા યાત્રા યોજાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. દરમિયાન શનિવારે શહેરના આજી ડેમ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત રાજકોટ એસઆરપી જૂથ 13ની SDRF ટીમના જવાનો અને અધિકારીઓ દ્વારા અનોખી ઊજવણી કરવામાં આવી હતી. SDRF ટીમ દ્વારા આજી ડેમ ખાતે બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી અનોખી ઉજવણી કરી હતી.

રાજકોટ SDRF ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારની સૂચનાના પગલે સમગ્ર દેશમાં ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઊજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે કુદરતી આફત સમયે લોકોની વ્હારે આવી લોકોના જીવ બચાવતી SDRFની ટીમ દ્વારા આજી ડેમમાં બોટિંગ તેમજ સ્વિમિંગ કરી હાથમાં તિરંગો લહેરાવી આ અભિયાનની અનોખી ઊજવણી કરવામાં આવી હતી. આ સમયે SDRFના જવાનો દ્વારા પાણીની અંદર હાથમાં ઉપર તિરંગો લહેરાવી અવનવા કરતબો રજૂ કરી ડેમ ખાતે ફરવા આવતા સહેલાણીઓના દિલ જીતી લીધા હતા અને રાષ્ટ્રભક્તિનો માહોલ સર્જી દીધો હતો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code