
રાજસ્થાન એમપી સહિતના 5 રાજ્યોમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રા , PM મોદીએ વિડીયો કોનફોરન્સ દ્વારા લાભાર્થીઓ સાથે કરી વાત
દિલ્હી – દેશના 5 રાજ્યોમાં ભારત સંકલ્પ યાત્રા શરૂ થઈ ચૂકી છે પીએમ મોદીએ પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિકાસ ભારત સંકલ્પ યાત્રાને પણ લીલી ઝંડી બતાવી હતી.
પીએમ મોદી એ 15 નવેમ્બરે ઝારખંડના ખુંટીથી વિકાસ ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત કરી હતી. વિકાસ ભારત સંકલ્પ યાત્રા એ સરકારી યોજનાઓ વિશે નાગરિકોને માહિતગાર કરવા અને સશક્ત કરવા માટેની દેશવ્યાપી હાકલ છે.
ત્યારે આજરોજ શનિવારે પીએમ મોદી એ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ‘વિકાસ ભારત સંકલ્પ યાત્રા’ના લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. આ દરમિયાન તેમણે લાભાર્થીઓ સાથે તેમના અનુભવો પણ જાણ્યા હતા અને તે બાબતની ખાસ ચર્ચાઓ કરી હતી.
પીએમ મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાત કરી. આ કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. પીએમ મોદીએ વર્ચ્યુઅલ માધ્યમથી લાભાર્થીઓને સંબોધિત કર્યા હતા. આ એક મહિનામાં ચોથી વખત જોવા મળ્યું, જ્યારે વડાપ્રધાન મોદીએ વિકાસ ભારત સંકલ્પ યાત્રા હેઠળ લાભાર્થીઓ સાથે વાતચીત કરી.
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે વિકસિત ભારતના સંકલ્પ સાથે મોદીનું ગેરેન્ટેડ વાહન દેશના ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. આ યાત્રા શરૂ થયાને એક મહિનો વીતી ગયો. આ એક મહિનામાં આ યાત્રા હજારો ગામડાઓ ઉપરાંત 1.5 હજાર શહેરોમાં પહોંચી છે. આમાંના મોટાભાગના શહેરો નાના શહેરો છે.
વધુમાં પીએમ મોદી એ કહ્યું કે આજે પીએમ સ્વાનિધિ યોજના દ્વારા મિત્રોને બેંકો પાસેથી સસ્તી અને સરળ લોન મળી રહી છે. હવે દેશના લાખો લોકોને તેનો લાભ મળ્યો છે. પીએમ સ્વાનિધિ યોજનાના 75 ટકાથી વધુ લાભાર્થીઓ દલિત, આદિવાસી અને પછાત સમુદાયના છે અને 45 ટકા લાભાર્થીઓ અમારી બહેનો છે.
પીએમ મોદી એ આ તમામ લાભાર્થીઓ સાથે ચર્ચા કરી કે તેઓને કઈ યોજનાઓનો લાભ મળ્યો અને એ પણ પૂછ્યું કે શું તેઓ કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મેળવવામાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આ રીતે તેમણે લાભાર્થીઓ પ્રશ્નો પણ સાંભળ્યા હતા.
પીએમ મોદીએ આસામના ગુવાહાટીના કલ્યાણી રાજબોંગશી નામના લાભાર્થી સાથે વાત કરી. તેણે પીએમ મોદીને જણાવ્યું કે કેવી રીતે તેણે સ્વ-સહાય જૂથ બનાવ્યું છે, જેના દ્વારા અન્ય મહિલાઓને પણ રોજગાર મળી રહ્યો છે. તેમણે પીએમ મોદીને કહ્યું કે કેન્દ્ર સરકાર તરફથી મળેલી લોન તેમના માટે મદદરૂપ સાબિત થઈ.