1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાતા હવે ચૂંટણી સુધી DGP રહેશે
રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાતા હવે ચૂંટણી સુધી DGP રહેશે

રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયાનો કાર્યકાળ 8 મહિના લંબાવાતા હવે ચૂંટણી સુધી DGP રહેશે

0
Social Share

ગાંધીનગરઃ ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટિયાની સારી કામગીરીને લીધે સરકારે તેમને વધુ આઠ મહિનાનું એક્સટેન્શન આપ્યુ છે. 1985ની બેચના આશિષ ભાટિયાનો કાર્યકાળ 31 મેએ પૂર્ણ થવાનો હતો, જોકે તેમનો કાર્યકાળ લંબાવવાના ગૃહ મંત્રાલયના પ્રસ્તાવને કેબિનટ કમિટી દ્વારા સ્વીકૃતિ આપવામાં આવી છે. આમ, હવે તેઓ ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુધી ગુજરાતના પોલીસવડા તરીકેની જવાબદારી નિભાવશે. 31 જુલાઈ 2020ના રોજ ગુજરાત રાજ્યના પોલીસવડાપદેથી શિવાનંદ ઝાની નિવૃત્ત બાદ તેમના સ્થાને આશિષ ભાટિયાની નિમણૂંક કરાઈ હતી.

રાજ્યના પોલીસવડા આશિષ ભાટિયા પ્રામાણિક અને સારી છબી ધરાવે છે. ભાટિયાનો નોકરીનો સમયગાળો એકંદરે બિન વિવાદાસ્પદ રહ્યો છે. આથી રાજ્ય સરકારે તેમના કાર્યકાળમાં આઠ મહિનાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ અગાઉ આશિષ ભાટિયાએ સ્વાસ્થ્યને લઈ સરકાર પાસે પોલીસવડાપદેથી હટવા માટે રજૂઆત કરી હતી, પરંતુ સરકારે એ સમયે તેમની આ વાતને નકારી દીધી હતી, પરંતુ હવે આશિષ ભાટિયાને એક્સટેન્શન આપીને નવા પોલીસવડાની અટકળો પર હાલપૂરતું પૂર્ણ વિરામ લાગી ગયું છે. આશિષ ભાટિયા અગાઉ મે મહિનામાં નિવૃત્ત થવાના હતા, તેમની જગ્યા અમદાવાદ પોલીસ કમિશન સંજય શ્રીવાસ્તવ પોલીસવડા બનવાનું નિશ્ચિત હતું, પરંતુ હવે તેમને પોલીસવડા બનવામાં સમય લાગશે અને હવે ભાટિયાના વડપણ હેઠળ 2022ની ચૂંટણી પૂરી થાય એમ લાગી રહ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આશિષ ભાટિયાનો હરિયાણામાં જન્મ થયો છે અને તેમણે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ શાંત પ્રકૃતિના અધિકારી તરીકે જાણીતા છે. એટલું જ નહીં, ગુનાનો ભેદ ઉકેલવામાં પણ તેઓ શાંત સ્વભાવે જ કામ લે છે. આશિષ ભાટિયા 2016માં સુરતના કમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના JCP, રેલવેના DGP અને CID ક્રાઇમ વડા સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ હોય કે કોઈ હાઈપ્રોફાઈલ મર્ડર મિસ્ટ્રી વ્યક્તિગત હ્યુમન નેટવર્કના આધારે કેસ ઉકેલનારા ફિલ્ડ અધિકારી તરીકે જાણીતા છે. આશિષ ભાટિયાએ ત્રણ હાઈપ્રોફાઈલ કેસ ઉકેલવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code