ઉત્તરપ્રદેશમાં એસટીએફને મળી મોટી સફળતા- મુખ્તાર અંસારીના શૂટર અલીશેર અને કામરાન એન્કાઉન્ટરમાં ઠાર મરાયા
- યુપી એસટીએફને મોટી સફળતા મળી
- મુખ્તાર અલીશેર અને કામરાન મુઠભેદ દરમિયાન ઢેર
- આ બન્ને પાસેથી પિસ્તોલ અને કારતુસ ઝપ્ત
લખનૌઃ- ઉત્તરપ્રદેશમાં વિતેલી રાતે એટલે કે બુધવારની રાત્રે લખનૌના ફૈઝુલ્લાગંજમાં બંધા રોડ પર મુખ્તાર અંસારીના શૂટર અલીશેર ઉર્ફે ડૉક્ટર અને તેના સાથી કામરાન ઉર્ફે બન્નુને એન્કાઉન્ટરમાં ઠાર માર્યા હતા. અલીશેરે 22 સપ્ટેમ્બરે ઝારખંડમાં બીજેપી અનુસૂચિત જનજાતિ મોરચાના જિલ્લા અધ્યક્ષ જીતરામ મુંડાની હત્યા કરી હતી. જેને લઈને તેના પર 1 લાખ રૂપિયાનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.આ સાથે જ આઝમગઢમાં બસપા નેતા કલામુદ્દીનની હત્યામાં પણ તેનો હાથ હતો.
એસટીએફના એડીજી અમિતાભ યશે આ મામલે માહિતી આપી હતી કે, અલીશેર જીતરામ મુંડાની હત્યા બાદ ફરાર થી ગયો હતો. તે મૂળ આઝમગઢના દેવગાંવનો રહેવાશી છે જ્યારે કામરાન આઝમગઢના ગંભીરપુરનો રહેવાશી છે. એએસપી વિશાલ વિક્રમ સિંહે આ બાબતે જણાવ્યું કે અલીશેરનું લોકેશન મડિયાનવ પોલીસ સ્ટેશન વિસ્તારના ફૈઝુલ્લાગંજ પાસે મળી આવ્યું હતું. જેના પર એસટીએફ ત્યા પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી
જ્યારે STFએ આ સ્થળે પહોંચીને તેમની ઘેરાબંધી કરી હતી ત્યારે સામેથી હત્યારાઓએ ગોળીબાર કરવાનું શરુ કર્યું હતું ત્યાર બાદ એસટીએફની ટીમે જવાબી કાર્યવાહીમાં ગોળીબાર કર્યો હતો જેમાં અલીશેર અને કામરાનને ગોળી વાગી હતી. બંનેને ગંભીર હાલતમાં ભાઉરાવ દેવરસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ બન્ને હત્યારાઓ પાસેથી કારબાઈન, બે પિસ્તોલ, એક તમંચો અને મોટી માત્રામાં કારતુસ પણ મળી આવ્યા હતા.
અલીશેર આઝમગઢમાં બસપા નેતા કલામુદ્દીનની હત્યામાં સામેલ હતો. તે સમયે તે હત્યા કરીને દુબઈ ભાગી ગયો હતો. તેણે દુબઈ સ્થિત વેપારીના કહેવાથી સોપારી લઈને આ હત્યા કરી હોવાની માહિતી સામે આવી હતી. એવી જ રીતે ઝારખંડમાં ભાજપના નેતા જીતરામની પણ પાંચ લાખ રૂપિયાની સોપારી લઈને હત્યા કરવામાં આવી હતી.