Homeગુજરાતીસ્ટાર પ્લસનો જાણીતો શો 'અનુપમા' ફરી ટીઆરપીમાં નંબર 1 પર -...

સ્ટાર પ્લસનો જાણીતો શો ‘અનુપમા’ ફરી ટીઆરપીમાં નંબર 1 પર – ઘર ઘરમાં જાણીતી બની ગુજરાતી અનુપમા શાહ ઉર્ફે રુપાલી ગાંગુલી

  • અનુપમા શો ફરી એક વખત નંબર વન પર
  • રુપાલી ગાંગુલીએ ફરી દર્શકોના દિલ જીત્યા

મુંબઈ – બાર્ક ઇન્ડિયાએ ફરીથી લોકપ્રિય સિરીયલોની ટીઆરપીની યાદી રજુ કરી છે,આ અઠવાડિયાની ટીઆરપીની રેસમાં  અનેક સીરીયલ બાઝી મારતી હોય છે.

ત્યારે આ અઠવાડિયાની યાદીમાં લોકપ્રિય શો ‘અનુપમા’, ‘ઇમલી’ અને ‘ગૂમ હૈ કિસી કે પ્યાર મેં’ ટીઆરપીની યાદીમાં  નંબર 1, 2 અને 3 પર જોવા મળે છે.અનુપમા એ ફરી ટીઆરપી માં બાકી મારી છે.

સ્ટાર પ્લસ પર આવતો શો  અનુપમા  આજકાલ ઘર ઘરમાં જોવાઈ રહ્યો છે,અનુપમાં એક એવું પાત્ર છે કે જે આજની આઘુનિક નારીને દર્શાવે છે, અબલા નારીની વર્ષોથી ચાલી આવતી ઈમેજને અનુપમા બદલવા માંગતી સ્ત્રી છે, જેના રોલને દેશભરમાં ખૂબ જ વખાણાઈ રહ્યો છે

હાલ આ  સિરિયલમાં વનરાજ અને અનુપમાના છૂટાછેડા લઈ રહ્યા છે. તો બીજી બાજુ કાવ્યા અને પાખી વચ્ચે અણબનાવ જોવા મળી રહ્યા છે. સિરિયલમાં આવતા ટ્વિસ્ટ એન્ડ ટર્ન દર્શકોને શો જોવા માટે જકડી રાખે છે અને દર્શકોને ખુશ કરી રહ્યા છે. તો તે જ સમયે, ‘અનુપમા’ ના પાત્રમાં રૂપાલી ગાંગુલીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.

આ ટીઆરપીમાં ‘ઈમલી’ શો બીજા સ્થાન પર છે તો ‘ગૂમ હે કીસી કે પ્યાર’ મેં ત્રીજા સ્થાન પર જોવા મળે છે.ઉલ્લેખનીય છે કે આ શોમાં શાહ પરિવાર દર્શાવવામાં આવ્યું છે જે એક ગુજરાતી પરિવાર છે, શોમાં ગુજરાતી ભાષાની છટા પણ જોવા મળે છે, આ સાથે જ એક સ્ત્રીની વેદનાંની સાથે સાથે પરિવારને સંભાળવો એક સાસારીમાં રહીને પોતાના પતિથી હેરાન થઈને પતિના પરિવારને પોતાનો માનવો એ તમામ નાની વાતને સહજ રીતે દર્શાવવામાં આવી છે.

સાહિન-

સંબંધિત લેખો

Most Popular