
ત્રિપુરામાં અજીબ ઘટનાઃ પાર્ટીમાં ‘એસિડ’ને શરાબ સમજીને ગટગટાવી ગયા, અને ત્રણેય વ્યક્તિઓના જીવ ગયા
- ત્રણ વ્યક્તિઓને પાર્ટી પડી ભારે
- શરાબના બદલે એસિડ ગટગટાવી ગયા
- ત્રણેવના થયા મોત
ઘણી વખત એવી ઘટનાઓ આપણી સામે આવે છે કે જેને માનવી આપણા માટે અશક્ય વાત હોય છે ત્યારે આવીજ કંઈક ઘટના ત્રિપુરા રાજ્યમાં બનવા પામી છે.ત્રિપુરાના ધલાઈ જિલ્લામાં એસિડ પીને 3 લોકોના મોત થયા છે. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે જણાવ્યું કે આ ઘટના ત્રિપુરાના ધલાઈ જિલ્લાના મનુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.
આ સમગ્ર મામલે જીલ્લા સબ ડિવિઝનલ પોલીસ ઓફિસનાના જણાવ્યાપ્રમાણે, મૃત્યુ પામેલા ત્રણ લોકોની ઓળખ 22 વર્ષીય સચિન્દ્ર રેઆંગ, 40 વર્ષીય અધિરામ રેઆંગ અને 38 વર્ષીય ભાબીરામ રેઆંગ તરીકે થઈ છે. એસડીપીઓએ જણાવ્યું હતું કે ત્રણેય, જ્યારે વધુ પડતા દારૂના નશામાં હતા, ત્યારે ભૂલથી આલ્કોહોલને બદલે રબરની શીટ માટે રાખવામાં આવેલું એસિડ પી ગયા હતા જેના કારણ ેતેઓના મોત થયા છે.
આ ઘટના છે સોમવારની. જ્યારે રાત્રે કંચનચરા વિસ્તારમાં એક પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 લોકોએ હાજરી આપી હતી. અહીં વધુ પડતો દારૂ પીધા બાદ ત્રણ લોકોએ અકસ્માતે એસિડ પણ પી લીધું હતું. પોલીસે જણાવ્યું કે ત્રણેય નશામાં એટલા બધા હતા કે તેઓ એસિડ અને આલ્કોહોલ વચ્ચેનો તફાવત સમજી શક્યા ન હતા.
આ ત્રણેયને ઘટના બાદ તરત જ પ્રાથમિક સારવાર કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી બુધવારે સવારે તેમને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવતા ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.