Site icon Revoi.in

ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા સલામતી માટે રોપ-વે સેવા બંધ કરાઈ

Social Share

જુનાગઢઃ ગિરનારના પર્વત પર આજે સવારથી ભારે પવન ફુંકાય રહ્યો છે. અને વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. તેથી યાત્રિકાની સલામતી માટે રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રએ તાત્કાલિક નિર્ણય લીધો છે. રોપ-વે બંધ થતાં મોટી સંખ્યામાં સવારથી જ દર્શન કરવા આવેલા પ્રવાસીઓને નિરાશા સાંપડી છે. ખાસ કરીને વયોવૃદ્ધ અને અશક્ત યાત્રિકો, જેઓ રોપ-વે પર આધાર રાખીને આવ્યા હતા, તેમને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાવા અને હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ગિરનાર રોપ-વે સેવાને તાત્કાલિક અસરથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવી છે. આ નિર્ણય યાત્રિકોની સલામતી અને સુરક્ષાને ધ્યાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગિરનાર અને ભવનાથ ક્ષેત્રની મુલાકાત લેવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લાખોની સંખ્યામાં પ્રવાસીઓ દર વર્ષે આવે છે. રોપ-વે શરૂ થયા બાદ અશક્ત, વૃદ્ધ અને બીમાર લોકો માટે પર્વત પરની યાત્રા અત્યંત સરળ અને આરામદાયક બની ગઈ છે. જોકે, આજે વહેલી સવારથી જ ગિરનાર પર્વતની ઊંચાઈ પર પવનનો વેગ અસામાન્ય રીતે વધી ગયો હતો.

રોપવે ઓપરેટિંગ કંપનીના સૂત્રોના કહેવા મુજબ રોપ-વે ઓપરેટિંગ સિસ્ટમમાં સુરક્ષાના કડક ધારાધોરણો નિર્ધારિત કરાયેલા હોય છે, જે મુજબ પવનની ગતિ એક ચોક્કસ મર્યાદા વટાવી જાય ત્યારે ઓપરેશન તાત્કાલિક બંધ કરવું અનિવાર્ય બની જાય છે. ગિરનાર વિસ્તારમાં ખુલ્લા અને ઊંચા વિસ્તારમાં પવનનો વેગ વધુ હોવાથી, રોપ-વેની કેબિન્સની ગતિ અને સ્થિરતા જાળવવામાં જોખમ સર્જાઈ શકે છે. આથી, તાત્કાલિક ધોરણે રોપ વે બંધ સેવા બંધ કરવામાં છે.

રોપ-વે સેવા બંધ થતાં મોટી સંખ્યામાં સવારથી જ દર્શન કરવા આવેલા પ્રવાસીઓને નિરાશા સાંપડી છે. ખાસ કરીને વયોવૃદ્ધ અને અશક્ત યાત્રિકો, જેઓ રોપ-વે પર આધાર રાખીને આવ્યા હતા, તેમને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પવનની ગતિ સામાન્ય થતાંની સાથે જ ટેકનિકલ ટીમ દ્વારા સમગ્ર સિસ્ટમની સુરક્ષાની સંપૂર્ણ ચકાસણી કરવામાં આવશે. સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ થયા બાદ જ ઓપરેશન ફરી શરૂ કરવામાં આવશે.

Exit mobile version