ગુજરાતઃ ચાલુ વર્ષે શેરડીનું ઉત્પાદન વધતા સુગરનું 1 કરોડ ટન સુધી ઉત્પાદન થવાની શકયતા
અમદાવાદઃ ગુજરાતમાં કપાસ સહિતના પાકનું ઉત્પાદન થાય છે. જો કે, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે શેરડીનું ઉત્પાદન થાય છે. શેરડીના ઉત્પાદન બાદ સુરગ ફેકટરીઓમાં ખાંડના ઉત્યાદનમાં ઉપયોગ કરવામાં આવે છે. શેરડીનો પાક સારો આવતા ઉત્પાદન સમગ્ર દેશમાં થતા ખાંડની જરૂરિયાત પૂર્ણ કર્યા બાદ મોટા જથ્થામાં એક્સપોર્ટ કરી શકાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે. ગુજરાતમાં ચાલુ વર્ષે 90 લાખ ટનથી વધારે સુરગ ફેકટરીનું ઉત્પાદન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે. બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતોને શેરડીના પુરતા ભાવ મળવાનો અંદાજ છે. ખેડૂતોને શેરડીના પુરતા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા યોજન કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં શેરડીના પાક હોવાને કારણે ખૂબ જ મોટા પ્રમાણમાં ખાંડનું ઉત્પાદન સુગર ફેકટરીઓમાં થાય છે. સરકાર દ્વારા ખાંડના ટેકાના ટન દીઠ 3100 જાહેર કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં 90 લાખ ટનથી 1 કરોડ ટન સુધીની ઉત્પાદન થાય છે. જેમાં સૌથી મોટો ફાળો દક્ષિણ ગુજરાતનો હોય છે. સહકારી સંસ્થાઓ દ્વારા પારદર્શી વહીવટને કારણે અહીંના ખેડૂતોને શેરડીના પાકમાં નુકસાન ભોગવવાનો વખત ખૂબ જ ઓછા આવ્યો છે. લાખો હેકટર જમીનમાં ખેડૂતો દ્વારા શેરડીનું ઉત્પાદન કરવામાં આવે છે. અન્ય પાકોની સરખામણીએ શેરડીમાં આવતા સારા ભાવના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતોની આર્થિક સ્થિતિ અન્ય રાજ્યના ખેડૂતો કરતા પ્રમાણમાં સારી છે. ખેડૂતોને શેરડીના પાકનું પુરતુ વળતર મળી રહે તે માટે સરકાર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.