સુનેત્રા પવાર મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનશે, સાંજે 5 વાગ્યે લેશે શપથ
નવી દિલ્હી, 31 જાન્યુઆરી 2026: અજિત પવારના પત્ની સુનેત્રા પવાર આજે સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. બપોરે 2 વાગ્યે NCP વિધાનસભા પક્ષની બેઠકમાં તેમને સત્તાવાર રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે. જે બાદ સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી બનશે.
અજિત પવારના પત્ની સુનેત્રા પવાર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનવાના છે. તેઓ આજે વહેલી સવારે તેમના પુત્ર પાર્થ સાથે મુંબઈ પહોંચ્યા હતા. તેઓ આજે સાંજે સાંજે 5 વાગ્યે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
વિધાનસભા પક્ષની બેઠક પહેલા NCP નેતાઓ પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેએ સુનેત્રા પવાર સાથે મુલાકાત કરી. પવાર સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
એનસીપી વિધાનસભા પક્ષની બેઠક બપોરે 2 વાગ્યે મુંબઈના વિધાનભવન ખાતે મળશે. આ બેઠકમાં એનસીપીના ચાલીસ ધારાસભ્યો હાજરી આપશે. સુનેત્રા પવારને સત્તાવાર રીતે નેતા તરીકે ચૂંટવામાં આવશે. ત્યારબાદ તેઓ સાંજે 5 વાગ્યે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
સુનેત્રા પવારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના લોક ભવન (અથવા રાજભવન સંકુલ) ખાતે યોજાશે. શપથ ગ્રહણ સમારોહ પહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું છે કે મહારાષ્ટ્ર સરકાર અને મહાયુતિ ગઠબંધન NCPના આ નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપશે.
વધુ વાંચો: સુનેત્રાને ડેપ્યુટી સીએમ બનાવવાના નિર્ણય પર શરદ પવારનું મોટું નિવેદન
શરદ પવારના ઘરે બેઠક શરૂ
નોંધનીય છે કે NCP (શરદ પવાર જૂથ) અગાઉ બંને જૂથો વચ્ચે વિલીનીકરણની ચર્ચા કરી રહ્યું હતું. જોકે, સુનેત્રા પવારની ડેપ્યુટી સીએમ તરીકે નિમણૂકની જાહેરાતથી આ ચર્ચાઓનો અંત આવ્યો હોય તેવું લાગે છે.
બારામતીમાં NCP વડા શરદ પવારના નિવાસસ્થાન ગોવિંદ બાગ ખાતે પાર્ટીના નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક શરૂ થઈ છે. જેમાં સાંસદ સુપ્રિયા સુલે, ધારાસભ્યો રોહિત પવાર, યુગેન્દ્ર પવાર અને સંદીપ ક્ષીરસાગર હાજર છે. આ બેઠકમાં પાર્ટીની ભાવિ રણનીતિ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
વધુ વાંચો: છત્તીસગઢમાં ચાર માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું


