
મુંબઈઃ બોલીવુડના સુપર સ્ટાર સની દેઓલ હાલ ખુબ જ ઓછી ફિલ્મોમાં અભિનય કરે છે. જો કે, તેમની ફિલ્મના ડાયલોગ હજુ પણ જાણીતા છે. જેમાં સૌથી વધારે દામીની ફિલ્મનો ‘તારીખ પે તારીખ’ ડાયલોગ લોકો આજે પણ સાંભવાનું પસંદ કરે છે. દરમિયાન સની દેઓલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં તેઓ ડાયલોગ બોલતા નજરે પડે છે.
અભિનેતા સની દેઓલે આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. જેમાં જોવા મળે છે કે, અભિનેતા એક ખુરશીમાં બેઠા છે અને તેમના હાથમાં સ્ક્રિપ્ટ છે. આ સ્ક્રિપ્ટ જોઈને અભિનેતા પોતાનો ડાયલોગ ‘તારીખ પે તારીખ’ બોલે છે. બીજી તરફ સામે બેઠેલી વ્યક્તિ અનેકવાર ડાયલોગ ફિલીંગ્સની સાથે બોલવાનું કહે છે. દરમિયાન સનીને ગુસ્સો આવે છે કહે છે કે, તમે મને શું સમજી રાખ્યો છે. શું હું ઈન્દિરાનગરનો ગુંડો છું ?, આટલુ બોલ્યા બાદ અભિનેતા સ્ક્રિપ્ટ ફાડી નાખીને ત્યાંથી ચાલયા જાય છે.
સની દેઓલે આ વીડિયો શેયર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, નથી થવુ મારે વાયરલ યાર, સની દેઓલનો આ વીડિયો લાખો લોકોએ અત્યાર સુધીમાં જોયો છે. તેમજ લોકો લાઈક કરવાની સાથે વિવિધ કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક યુઝર્સે લખ્યું છે કે, સર જો આપ આવી રીતે તારીખ આપતા રહેશો તો સામેવાળી વ્યક્તિને જરૂરથી હાર્ટએટેક આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સની દેઓલે ઘાયલ, ઘાતક, દામીની અને બોર્ડર જેવી અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં તેમના દીકરા કરણની પણ થોડા મહિનાઓ પહેલા ફિલ્મ રીલીઝ થઈ હતી. પલ પલ દીલ કે પાસ ફિલ્મનું ડાયરેક્શન સની દેઓલે જ કર્યું હતું.