1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. સુપરફૂડ સરગવોઃ વજન ઘટાડવાથી લઈને એનર્જી વધારવા સુધી છે રામબાણ
સુપરફૂડ સરગવોઃ વજન ઘટાડવાથી લઈને એનર્જી વધારવા સુધી છે રામબાણ

સુપરફૂડ સરગવોઃ વજન ઘટાડવાથી લઈને એનર્જી વધારવા સુધી છે રામબાણ

0
Social Share

આજના ભાગદોડભર્યા જીવનમાં ફિટ રહેવા માટે લોકો અનેક સુપરફૂડ્સનો સહારો લેતા હોય છે, પરંતુ આપણા ઘર આંગણે ઉગતો સરગવો પોષક તત્વોનો ખજાનો છે. સરગવાની શિંગો જ નહીં, પરંતુ તેના પાન પણ સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે. આયર્નથી ભરપૂર સરગવો શરીરમાં લોહીનું પ્રમાણ વધારે છે અને જો યોગ્ય રીતે લેવામાં આવે તો વજન ઘટાડવામાં (Weight Loss) પણ જાદુઈ અસર કરે છે.

  • હર્બલ ટી: વેઈટ લોસ માટે અકસીર

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો સરગવાની ચાને રૂટિનનો હિસ્સો બનાવો. સરગવાના પાનને પાણીમાં ઉકાળીને ગાળી લો અથવા નવશેકા પાણીમાં થોડો મોરિંગા પાવડર ભેળવીને ખાલી પેટે પીવો. આનાથી બોડી ડિટોક્સ થશે અને પાચનતંત્ર મજબૂત બનશે.

  • પૌષ્ટિક સ્મૂધી: એનર્જીથી ભરપૂર સવાર

ફિટ રહેવા માટે જો તમે સવારે સ્મૂધી પીતા હોવ તો તેમાં સરગવાના પાન અથવા પાવડર ઉમેરી શકાય છે. આ એક ઉત્તમ બ્રેકફાસ્ટ ઓપ્શન છે, જે લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવાની ઈચ્છા ઘટાડે છે.

  • ગરમાગરમ સરગવાનો સૂપ

બાળકો અને વડીલો માટે સરગવાનો સૂપ અત્યંત ફાયદાકારક છે. દક્ષિણ ભારતમાં સાંભારમાં સરગવાની શિંગોનો ઉપયોગ થાય જ છે, જે એક પ્રકારનો સૂપ જ છે. આ વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર કમ્ફર્ટ ફૂડ છે.

  • હેલ્ધી મોરિંગા પરાઠા

ડાયટમાં સરગવો સામેલ કરવાની આ સૌથી સ્વાદિષ્ટ રીત છે. સરગવાના તાજા પાનને ઝીણા સમારીને લોટમાં ભેળવી દો અથવા શિંગોને ઉકાળી તેનો પલ્પ (ગલ) કાઢી લોટમાં નાખી પરાઠા બનાવો. તેલને બદલે શુદ્ધ દેશી ઘીનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે.

  • પ્રોટીનયુક્ત સલાડ

ફણગાવેલા કઠોળ જેમ કે મગ કે ચણાના સલાડમાં અડધી ચમચી મોરિંગા પાવડર અથવા શિંગોનો પલ્પ મિક્સ કરો. તેમાં ડુંગળી, ટામેટા, સંચળ અને લીંબુનો રસ ઉમેરીને ખાવાથી સ્નાયુઓ મજબૂત બને છે અને ભરપૂર પ્રોટીન મળે છે.

  • મરુંગઈ કીરાઈ પોડી (ચટણી)

દક્ષિણ ભારતમાં સરગવાના પાનની સૂકી ચટણી ખૂબ લોકપ્રિય છે, જેને ‘મરુંગઈ કીરાઈ પોડી’ કહેવામાં આવે છે. તમે તાજા પાનની લીલી ચટણી પણ બનાવી શકો છો. આ ચટણી મહિનાઓ સુધી ખરાબ થતી નથી અને ભોજનનો સ્વાદ અને પોષણ બંને વધારે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code