નવી દિલ્હીઃ દેશની વિવિધ રાજ્યોની જેલોમાં બંધ એવા કેદીઓ કે જેમની સજા પુર્ણ થઈ ગયા હોય પરંતુ તેમને મુક્ત કરવામાં આવ્યા નથી, તેઓ તમામ કેદીઓને તાત્કાલિક મુક્ત કરવા માટે સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નિર્દેશ કર્યાં છે.
સુપ્રીમ કોર્ટે પોતાના એક મહત્વપૂર્ણ નિર્દેશમાં કહ્યું છે કે જે કેદીઓએ પોતાની સજા પૂર્ણ કરી છે તેમને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. આ સંદર્ભમાં, સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ગૃહ સચિવોને નિર્દેશ આપ્યો છે કે તેઓ ખાતરી કરે કે જે કેદીએ પોતાની સજા પૂર્ણ કરી છે તે હજુ પણ જેલમાં ન રહે. કોર્ટે એમ પણ કહ્યું કે જો કોઈ એવો કેદી મળી આવે જેની સજા પૂર્ણ થઈ ગઈ હોય અને તે અન્ય કોઈ કેસમાં દોષિત ન હોય, તો તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે.