પ્રદુષણ મામલે સુપ્રીમ કોર્ટે સીએક્યુએમને કર્યા મહત્વના નિર્દેશ
નવી દિલ્હી, 7 જાન્યુઆરી: સર્વોચ્ચ અદાલતે, કમિશન ફોર એર ક્વોલિટી મેનેજમેન્ટ- CAQMને બે અઠવાડિયામાં પ્રદૂષણના તમામ મુખ્ય સ્ત્રોતો ઓળખવા અને તેને તબક્કાવાર ઉકેલવા માટે લાંબા ગાળાની ક્ષેત્રીય કાર્ય યોજનાઓ પ્રસ્તાવિત કરવા નિર્દેશ આપ્યો છે.
CJI સૂર્યકાંત અને ન્યાયાધીશ જોયમલ્યા બાગચીની બેન્ચે ગઈકાલે જણાવ્યું કે CAQM એ બધા ક્ષેત્રના નિષ્ણાતોને એક છત નીચે લાવવા જોઈએ, ચર્ચા કરવી જોઈએ અને લાંબા ગાળાના ઉકેલો લાવવા જોઈએ, જેનો અમલ તબક્કાવાર કરવામાં આવશે જેથી આજીવિકા, ઉદ્યોગ અને જનતાને નુકસાન ન થાય. તેમાં કહેવામાં આવ્યું છે કે, પ્રદૂષણ નિયંત્રણ નિષ્ફળ ગયું કારણ કે કોર્ટે સ્પષ્ટ, એકીકૃત યોજનાને અનુસરવાને બદલે, વિવિધ દિશાઓમાં નિર્દેશ કરતા ઘણા નિષ્ણાતોના મંતવ્યો ધ્યાનમાં લીધા. કોર્ટે CAQMને આ મહિનાની 21 તારીખ સુધીમાં કાર્ય યોજના રજૂ કરવા જણાવ્યું છે.
વધુ વાંચો: 10 લાખ યુવાનોને AI કૌશલ્યમાં તાલીમ અપાશેઃ અશ્વિની વૈષ્ણવે


