1. Home
  2. ગુજરાતી
  3. સુરતઃ કીમ નદીના પટમાં બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે
સુરતઃ કીમ નદીના પટમાં બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે

સુરતઃ કીમ નદીના પટમાં બનાવેલા ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરાશે

0
Social Share

સુરતઃ કીમથી ઓલપાડ તરફ જતી સેના અને તેના ખાડી તેમજ કીમ નદીના પટમાં ગેરકાયદે બનાવાયેલા ઝીંગા તળાવ તોડી પાડવા હુકમ થયો છે.ઓલપાડ પ્રાંર્ત ઓફિસરે ગેરકાયદે ઝીંગા તળાવ દૂર કરવા ફરમાન જારી કરી ડ્રેનેજ, મત્સ્યઉદ્યોગ, ડીઆઈએલઆર અને મહેસૂલ ખાતાની જવાબદારી ફિક્સ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કીમથી ઓલપાડ તરફ સેના, તેના ખાડી અને કીમ નદી પસાર થાય છે. હવે આ બંર્ને ખાડી અને નદી કિનારાની આસપાસ સંર્ખ્યાબંર્ધ સોસાયટીઓ આવેલી છે. છેલ્લા ઘણાં સમયથી બંર્ને ખાડી અને કીમ નદીને લગોલગ દબાણ કરી ગેરકાયદે ઝીંગા તળાવનું સામ્રાજ્ય ઊભુ કરી દેવાયું છે. સંર્ખ્યાબંર્ધ ગેરકાયદે ઝીંગા તળાવ તાણી દેવાતા ચોમાસાની સીઝનમાં પાણીના વહેણમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. ખાડી અને નદીના માર્ગમાં અવરોધ ઊભો થતાં પાણી સોસાયટીની સાથે ઓલપાડમાં આવેલી સરકારી કચેરીઓમાં ભરાઈ જાય છે. જેને કારણે ચોમાસાની સીઝનમાં ઓલપાડ પ્રાંર્ત કચેરી, કોટ સંર્કુલ તેમજ આઈટીઆઈ કચેરીમાં જવાનું મુશ્કેલ બની જાય છે. ઉપરાંર્ત પાણીનો નિકાલ ઝડપથી નહીં થતાં વરસાદી પાણી બેથી ચાર દિવસ ભરાયેલા રહે છે. દર ચોમાસે કીમથી ઓલપાડ તરફના વિસ્તારના લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code