1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં ઘવાયેલાને હોસ્પિટલ પહોંચાડનારા લોકોને ઈનામ આપશે

સુરત ટ્રાફિક પોલીસ અકસ્માતમાં ઘવાયેલાને હોસ્પિટલ પહોંચાડનારા લોકોને ઈનામ આપશે

0
Social Share

સુરતઃ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં વિલંબ થતો હોય છે. ક્યારેક વધુ પડતા વિલંબને કારણે ઈજાગ્રસ્ત વ્યક્તિનું મોત પણ નિપજતું હોય છે. ઈજાગ્રસ્ત વ્યક્તિને હોસ્પિટલમાં પહોંચાડવામાં લોકો પોલીસના લફરામાં પડવાનો ડર હોય છે. જોકે સરકારે પણ અગાઉ જાહેરાત કરી હતી કે વાહન અકસ્માતનો ભોગ બનેલાને હોસ્પિટલ પહોચાડનારાને પોલીસ નામ પણ પૂછશે નહીં, ડર રાખવાની જરૂર નથી. માનવતા દાખવીને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા જોઈએ કે તેમને જરૂરી મદદ કરવી જોઈએ. દરમિયાન સુરત શહેર ટ્રાફિક પોલીસે એક અનોખી પહેલ કરી છે. દિવસેને દિવસે વધી રહેલા અકસ્માતો વચ્ચે વધુ લોકોના જીવ બચે તે માટે આ પહેલ શરૂ કરાઈ છે. જેમાં શહેરમાં અકસ્માત બાદ ઈજાગ્રસ્તને સમયસર હોસ્પિટલ પહોંચાડનારા વ્યક્તિને ઇનામ આપી સન્માનિત કરાશે. એક કલાકની અંદર ઈજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડનારને ટ્રોફી અને એક લાખ સુધીનું સરકારી ઇનામ આપવાની જાહેરાત કરાઈ છે. ‘GOOD SAMARITAN AWARD’ થકી ઇનામ આપવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં દિવસેને દિવસે રોડ અકસ્માતો વધી રહ્યાં છે. આવામાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવી પહેલી પ્રાથમિકતા હોવી જોઈએ. પરંતું આજકાલ લોકો આ કડાકૂટમાં પડતા નથી, અને પોતાના કામથી કામ રાખે છે. ઈજાગ્રસ્તોનો ફોટો વીડિયો લે છે, શેર કરે છે, પરંતું 108 પર ફોન કરવાની પણ તસ્દી લેતા નથી. આ કારણે અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને મોત મળે છે. આવુ ન થાય તે માટે સુરત ટ્રાફિક પોલીસે નવો અભિગમ અપનાવ્યો છે. ઈજાગ્રસ્તને બચાવવા સુરતમાં સ્કીમ ઓફ ગ્રાંટ ઓફ એવોર્ડ ટુ ધ ગુડ સમરિટન હાલમાં અમલમાં કરાઈ છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રોડ અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિને બચાવનારાએ   ટ્રાફિક પોલીસના  હેલ્પલાઈન વોટસએપ નં-74340-95555 પર સંપર્ક કરી જાણ કરવાની રહેશે. વધુમાં જે વ્યક્તિ અકસ્માતમાં કોઈનો જીવ બચાવી સારી કામગીરી કરશે તેમને સરકાર તરફથી ગુડ સમરિટન એવોર્ડ અંતર્ગત 1 લાખ સુધીની રોકડનું ઈનામ અને ટ્રોફી તેમજ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરાશે. આ માટે એક પ્રોસેસ ફોલો કરવી પડશે. જેમાં ડોકટર પાસેની વિગતો ખરાય કર્યા પછી પોલીસ સત્તાવાર લેટરપેડ પર ગુડ સમરિટનનું નામ, તેનો મોબાઇલ નંબર અને સરનામું, સ્થળ, તારીખ, અને ઘટનાનો સમય અને કેવી રીતે ગુડ સમરિટન છે તેનો ઉલ્લેખ કરી જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિને આ સાથે નિયત કરેલા નમૂનામાં મોકલી આપવા પડશે. પોલીસ સ્ટેશન તરફથી સંદેશાની પ્રાપ્તિ પર, જિલ્લા મેજીસ્ટ્રેટના અધ્યક્ષપણા હેઠળની જિલ્લા સ્તરની મૂલ્યાંકન સમિતિ માસિક ઘોરણે દરખાસ્તોની સમીક્ષા કરશે અને મજૂર કરશે. અને પસંદ કરેલા ગુડ સમરિટન માટે રોડ સેફટી કમિશનરની કચેરી દ્વારા સીધા તેમના બેંક ખાતામાં ઓનલાઇન ચુકવણી કરવામાં આવશે. (FILE PHOTO)

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code