
રોજ સવારે આંખ પર સોજો આવી જવું તે સારી વાત નથી, તમને આ સમસ્યા હોય તો જલ્દી કરો તેને દૂર
- આંખ પર સોજો આવે તો ચેતી જાવ
- તરત જ કરો તેનો ઈલાજ
- ઘરેલું ઉપાય બની શકે છે મદદરૂપ
કેટલાક લોકોને રાતે આંખે સોજા આવી જવાની સમસ્યા હોય છે. જ્યારે પણ રાતે સુવે અને સવારે ઉઠે ત્યારે સોજા આ જવાની સમસ્યાથી તેઓ પરેશાન પણ હોય છે. પણ આ વાતને લઈને લોકો વધારે ધ્યાન આપતા નથી જે આગળ જતા વધારે હેરાન કરી શકે છે. તો હવે આ સમસ્યાનો ઈલાજ ઘરેલુ ઉપાયથી આવી શકે તેમ છે.
સૂજેલી આંખો કે Periorbital puffiness આંખોની આસપાસના પેશીઓમાં સોજાને ઓર્બીટ કહેવામાં આવે છે. જો કે આંખોની આસપાસ સોજો આવવાના ઘણા કારણો છે, તે મોટેભાગે આંખોની આસપાસ પ્રવાહી પદાર્થ એકઠો થઇ જવાના કારણે આવે છે. વધારે પડતું જંક ફૂડ, ઊંઘનો અભાવ અને આલ્કોહોલનું સેવન આ સોજાના કેટલાક મુખ્ય કારણો છે.
આંખોમાં આવેલા સોજાને રોકવો હોય તો કપડા અથવા રૂમાલમાં બરફના ટુકડા મૂકો અને તેને આંખોની ફરતે હળવેથી ફેરવો. આ પ્રકારે આંખોનો સોજો ઘટાડવા માટે તે એક અસરકારક સારવાર છે. બરફના ઠંડા પાણીથી ચહેરો ધોવાથી સોજો ઓછો થાય છે. કોલ્ડ કોમ્પ્રેસનો સરળ ફોર્મ્યુલા અહીં કામ કરે છે. તે આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.
કાકડીની વાત કરવામાં આવે તો પણ આંખના સોજાની સમસ્યાને દુર કરવામાં ઉપયોગી છે. કાકડી માત્ર સ્વાસ્થ્ય માટે જ ફાયદાકારક નથી, પણ તેનો ઉપયોગ આંખોનો સોજો ઘટાડવા માટે પણ થઈ શકે છે. આંખોનો સોજો ઘટાડવા માટે કાકડી શ્રેષ્ઠ છે. ફ્રિજમાં કાકડીની થોડી સ્લાઇસ રાખો અને પછી તેને તમારી આંખો પર લગભગ 15 મિનિટ સુધી રાખો. આ આંખોનો સોજો ઘટાડવામાં મદદ કરશે.
પૂરતું પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આંખનો સોજાની સમસ્યાનો સામનો કરવાનો સૌથી સહેલો રસ્તો એ છે કે દરરોજ 5-6 લિટર પાણી પીવું. ઘણું પાણી પીવું એટલે સિસ્ટમમાંથી તમામ ટોક્સીન સાફ થઇ જાય. આંખોનો સોજો ઘટાડવાની આ પણ એક સરસ રીત છે.