1. Home
  2. ગુજરાતી
  3. તબ્બુ અને મહેશ માંજરેકર 20 વર્ષ પછી ફરી એકસાથે ? વાંચો સંપૂર્ણ ડીટેલ
તબ્બુ અને મહેશ માંજરેકર 20 વર્ષ પછી ફરી એકસાથે ? વાંચો સંપૂર્ણ ડીટેલ

તબ્બુ અને મહેશ માંજરેકર 20 વર્ષ પછી ફરી એકસાથે ? વાંચો સંપૂર્ણ ડીટેલ

0
Social Share
  • તબ્બુ અને મહેશ માંજરેકર ફરી એકસાથે ?
  • ફિલ્મ ‘વ્હાઈટ’ માં સાથે કરી શકે છે કામ
  • 20 વર્ષ પહેલા ફિલ્મ‘અસ્તિત્વ’માં જોવા મળ્યા હતા 

મુંબઈ :બોલિવૂડ સ્ટાર્સ તબ્બુ અને મહેશ માંજરેકર નવી ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. 20 વર્ષ પહેલા બંને રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ ‘અસ્તિત્વ’ માટે સાથે કામ કર્યું હતું. આ ફિલ્મ અને તેના કલાકારોને દર્શકો તેમજ વિવેચકો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.હવે સમાચાર આવી રહ્યા છે કે,બંને એક નવી ફિલ્મ ‘વ્હાઈટ’ માટે સાથે કામ કરશે, જેનું નિર્દેશન મહેશ કરશે. ફિલ્મ અંગે બંને વચ્ચે વાતચીત ચાલી રહી છે.

અહેવાલ મુજબ, આ એક એવી ફિલ્મ હશે,જેમાં એક વિધવા ફિલ્મની મુખ્ય નાયિકા હશે.મહેશ અને તબ્બુ છેલ્લા કેટલાક અઠવાડિયાથી સ્ક્રિપ્ટના અનેક પાસાઓ પર ચર્ચા કરી રહ્યા છે. જો તમામ બાબતો યોજના પ્રમાણે ચાલે તો ફિલ્મનું શૂટિંગ આગામી ઉનાળામાં શરૂ થશે.

મહેશ હાલમાં ફિલ્મ ‘અંતિમ’ની રિલીઝની તૈયારીમાં વ્યસ્ત છે, જેમાં સલમાન ખાન અને આયુષ શર્મા મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મ મરાઠી હિટ ‘મુલ્શી પેટર્ન’ની ઓફિશિયલ રિમેક છે.મેકર્સ આ ફિલ્મ ઓક્ટોબર કે નવેમ્બરમાં રિલીઝ કરી શકે છે.તબ્બુ અનીસ બઝમીની હોરર-કોમેડી ‘ભૂલ ભુલૈયા 2’ ની રિલીઝની રાહ જોઈ રહી છે, જેમાં તે કાર્તિક આર્યન અને કિયારા અડવાણી સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’ નું શૂટિંગ કોરોના મહામારીને કારણે અટકી ગયું હતું. હવે અભિનેતાઓ લગભગ 5 મહિના પછી ફિલ્મના સેટ પર પાછા ફર્યા છે. આ ફિલ્મ 2007 માં રિલીઝ થયેલી ‘ભૂલ ભુલૈયા’ની રિમેક છે, જેમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં હતા.જોકે,આ હોરર કોમેડી ફિલ્મને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો.

રિપોર્ટ્સ મુજબ, તબ્બુએ વિશાલ ભારદ્વાજની આગામી ફિલ્મ પણ સાઇન કરી છે. આ ફિલ્મનું નામ છે- ‘ખુફિયા’ તે એક એક્શનથી ભરપૂર ફિલ્મ હશે, જેમાં અલી ફઝલ તબ્બુ સાથે ખાસ ભૂમિકા ભજવતો જોવા મળશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code