1. Home
  2. Tag "accused"

લઠ્ઠાકાંડના આરોપીઓ સામે આકરી કાર્યવાહી કરાશેઃ હર્ષ સંઘવી

ગુજરાત વિધાનસભા ખાતે બરવાળા તાલુકામાં લઠ્ઠા કાંડના આરોપીઓ સામે કાર્યવાહી અંગેના પ્રશ્નના ઉત્તરમાં મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, બરવાળા ખાતે થયેલ લઠ્ઠા કાંડ સંદર્ભે ડીવાય.એસ.પીથી લઈને પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓને તે જ દિવસે ફરજ મોકુફી હેઠળ મૂકવામાં આવ્યા છે. રાજ્યમાં નશાખોરીની પ્રવૃત્તિઓ ડામવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. દારૂની બદીને ડામવા માટે રાજ્યની પોલીસ […]

ઈસ્કોનબ્રિજ દુર્ઘટનાઃ તથ્ય પટેલ સામે સઅપહાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરાયો, છ વ્યક્તિઓની અટકાયત

અમદાવાદઃ શહેરના છેવાડે ઈસ્કોનબ્રિજ ઉપર પૂરઝડપે પસાર થતી મોટરકારે અનેક વ્યક્તિઓને અડફેટે લીધા હતા. આ દૂર્ઘટનામાં નવ વ્યક્તિઓના કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે અને જવાબદારો સામે કાર્યવાહીની માંગણી કરી રહ્યાં છે. બીજી તરફ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આ કેસમાં પોલીસે કાર ચાલક તથ્ય પટેલની અટકાયત કરી છે. […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

બોટાદ લઠ્ઠાકાંડઃ હાઈકોર્ટે જામીન અરજી ફગાવવાનું વલણ અપનાવતા આરોપીએ અરજી પરત ખેંચી

અમદાવાદઃ બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાંકાડમાં સર્જાયેલા પકડાયેલા આરોપી જયેશ ખાવડિયાએ જામીન ઉપર મુક્ત થવા માટે રાજ્યની વડી અદાલતમાં અરજી કરી હતી. આ અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ફગાવી દેવાનું વલણ અપનાવતા આરોપીએ જામીન અરજી પરત ખેંચી લીધી હતી. કેસની હકીકત અનુસાર બોટાદ જિલ્લાના બરવાડામાં સર્જાયેલા લઠ્ઠાકાંડમાં 42થી વધારે વ્યક્તિના મોત થયાં હતા. પોલીસની તપાસમાં દારૂમાં કેમિકલ મિક્સ […]

દેશમાં એક વર્ષના સમયગાળામાં ગંભીર ગુનામાં સંડોવાયેલા 165 આરોપીઓને અદાલતોએ મોતની સજા ફરમાવી

નવી દિલ્‍હી : દેશમાં ગુનાખોરીને ડામવા માટે કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ પીડિતોને ઝડપી ન્યાય મળે અને આરોપીઓને આકરી સજા મળી રહે તે માટે ન્યાયીક કાર્યવાહી પણ ઝડપી પૂર્ણ કરવા સુરક્ષા એજન્સીઓને તાકીદ કરવામાં આવી છે. દરમિયાન એક વર્ષમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા કુલ 165 કેદીઓને અદાલતોએ મૃત્યુદંડની […]

પંચમહાલમાં તોફાનોના કેસમાં 22 આરોપીઓનો પુરાવાના અભાવે છુટકારો

પંચમહાલ :ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલ શહેરની અદાલતે રાજ્યમાં 2002ના ગોધરા હત્યાકાંડ પછી સર્જાયેલા તોફાનોના કેસમાં 22 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપીને નિર્દોશ છોડી મુકવા આદેશ કર્યો હતો. બનાવના દિવસે તોફાની ટોળાએ બે બાળકો સહિત લઘુમતી સમુદાયના 17 સભ્યોની હત્યાના કરી હતી. તેમજ તેમની તોડફોડ કરીને મિલકતને નુકશાન પહોંચાડ્યું હતું. બચાવ પક્ષના વકીલએ જણાવ્યું હતું […]

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પકડાયેલા નજર મોહમ્મદનું પાકિસ્તાન કનેકશન ખૂલ્યું

ભોપાલઃ મેરઠમાં સોશિયલ મીડિયા ઉપર હિન્દુ દેવી-દેવતાઓને લઈને અયોગ્ય પોસ્ટ કરીને ધાર્મિક લાગણી દુભાવવાના કેસમાં પોલીસે ઝડપેલા નજર મોહમ્મદ ઉર્ફે બાદશાહનો એક પાકિસ્તાની નાગરિક સાથેનો ફોટો વાયરલ થતા ખળભળાઠ મચી ગયો પાકિસ્તાની શક્સના હાથમાં એકે-47 રાઈફલ જોવા મળે છે. જેથી આ અંગે પણ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ આરંભી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મેરઠના ભાવનપુર વિસ્તારમાં રહેતો […]

ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે ફટકારી આજીવન કેદની સજા

અમદાવાદઃ ગોધરા સાબરમતી ટ્રેનકાંડના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સ્પેશ્યલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે. વર્ષ 2002થી નાસતો ફરતો આરોપી રફીક ભટુક 19 વર્ષ બાદ ગત વર્ષે ફેબ્રુઆરી માસમાં ઘરે આવતાં પોલીસે ઝડપી લીધો હતો. ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં […]

આરોપીઓને ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળેઃ કન્હૈયાલાલનો પરિવાર

જયપુરઃ ઉદેયપુરમાં કન્હૈયાલાલ નામના શ્રમજીવીની ઘાતકી હત્યાના કેસમાં સમગ્ર દેશમાં રોષ ફેલાયો છે. બીજી તરફ આરોપીઓને મોતની સજાની માંગણી કરવામાં આવી રહી છે. દરમિયાન મૃતક કન્હૈયાલાલના દીકરાએ કહ્યું હતું કે, આરોપીઓને જ્યાં સુધી ફાંસીની સજા નહીં મળે ત્યાં સુધી અમને શાંતિ નહીં મળે. સુત્રોના જણાવ્યા અનુસાર કન્હૈયાલાલની હત્યા બાદ અંતિમ સંસ્કારમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી […]

ઉત્તરપ્રદેશમાં હિંસાના કેસમાં આરોપીઓના ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે ના આપ્યો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં રમખાણોના આરોપીઓની સંપત્તિ પર ચાલતા બુલડોઝર પર હાલમાં કોઈ પ્રતિબંધ નથી. જમીયત ઉલેમા-એ-હિંદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આ સંદર્ભમાં નોટિસ જારી કરી હતી, પરંતુ બુલડોઝરની કાર્યવાહીને રોકવા માટે કોઈ આદેશ આપ્યો નથી. આ મામલે આગામી સપ્તાહે સુનાવણી થશે. સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારે દાવો કર્યો હતો કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code