1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ, ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા, બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા,  આ મામલે બસના ડ્રાઇવર […]

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી

થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડબોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખૂલ્યું, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ, બિલ્ડર લોબીએ રૂપિયા 20 લાખની સોપારી આપી હતી થરાદઃ શહેર નજીકની નર્મદા કેનાલમાંથી સપ્તાહ પહેલા અમદાવાદના RTI કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું લાગતુ હતું પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખૂલાસો થતાં પોલીસે […]

અમદાવાદમાં ફેરિયાઓને તાલીમ આપવાની ધીમી કામગીરીથી AMCના કમિશનર નારાજ

ફાયરના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા AMC કમિશનરે અગાઉ સુચના આપી હતી, મ્યુનિ.કમિશનરે અધિકારીઓને કહ્યુ ફાઇલ જોવાની ટેવ પાડો, સહી કરીને રવાના ન કરો, ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માગી, અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને ફાયર વિભાગના વોલિયન્ટર્સની તાલીમ આપવા અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી. […]

અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

બાપુનગરના ભીડભંજન હનુમાન રોડ પર 14 દૂકાનો આગમાં લપેટાઈ, 14 દૂકાનોમાં કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક, ફાયરબ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદઃ  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચાર રસ્તા નજીક આવેલી 14 દુકાનોમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની […]

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]

અમદાવાદમાં જે જી યુનિવર્સિટી પર એબીવીપીના કાર્યક્તાઓએ કર્યો હલ્લાબોલ

ગઈ તા. 10મીએ ઘર્ષણ બાદ એબીપીપીના વિદ્યાર્થીઓ રેલી કાઢી વિરોધ કર્યો, કાર્યકરોને અટકાવવા માટે કોલેજ ગેટ પર જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો તહેનાત, જે.જી.કોલેજ તરફથી એકડેલીગેશન વિદ્યાર્થીઓ  સાથે વાતચીત કરવા ગેટ પર આવ્યું  અમદાવાદઃ શહેરમાં જે જી યુનિવર્સિટી સામે આજે એબીવીપીના વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. અગાઉ ગઈ તા. 10મી ઓક્ટોબરે પણ જેજી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ અને […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો અને મંદિરોમાં ભીખ માગતા બાળકો સામે પોલીસની ડ્રાઈવ

શંકાસ્પદ સંગઠિત ભિક્ષાવૃત્તિના નેટવર્ક પર કડક કાર્યવાહી કરી બાળકોને બચાવી લેવાશે, પોલીસ અને બાળ કલ્યાણ વિભાગની ટીમો મળીને સંયુક્ત રીતે કામગીરી કરશે, બાળકો ભાખ માગતા જોવા મળે તો પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી, અમદાવાદઃ શહેરમાં જાહેર ચાર રસ્તાઓ પર તેમજ મંદિરોની બહાર નાના બાળકો ભીખ માગતા જોવા મળી રહ્યા છે. બાળકોને ભણવાની કે રમતાની […]

અમદાવાદમાં મકરબા વિસ્તારમાં પીજીમાં આગ લાગતા 4 યુવાનો દાઝ્યા

રિસર્ચ માટે લાવેલી લિથિયમ બેટરીમાં આગ ફાટી નીકળી, રાત્રે ઊંઘી રહેલા યુવકો ધુમાડાના કારણે બેભાન થઈ ગયા, ફાયરબ્રિગેડના જવાનોએ પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી અમદાવાદઃ શહેરમાં વિવિધ કોલેજોમાં ભણતા અનેક બહારગામના વિદ્યાર્થીઓ પીજીમાં રહે છે. ત્યારે શહેરના મકરબા વિસ્તારમાં આવેલા સીવી સ્ટ્રેટા બિલ્ડિંગના 11મા માળે ચાલતા પીજીના મકાનમાં આજે વહેલી સવારે આગ લાગતા ચાર […]

અમદાવાદમાં પાલડી વિસ્તારમાં જૈન દેરાસરમાં 1.64 કરોડ કિંમતની ચાંદીની ચોરી

પૂજારીએ સફાઈકર્મીઓ સાથે મળી 117 કિલોના મુગટ, કુંડળ સહિતનાં ઘરેણાંની ચોરી કરી, પૂજારી અને સફાઈ કામદાર ચોરીની ઘટના બાદ ફરાર, સીસીટીવીએ ચોરીના ભેદનો પડદાફાસ કર્યો અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા  લક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાંથી 117.336 કિલોના ચાંદીના મુગટ, કુંડળ અને ચાંદીના પૂંઠિયા સહિત કુલ 1.64 કરોડ રૂપિયાની કિંમતના દાગીનાની ચોરી થતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code