1. Home
  2. Tag "ahmedabad"

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે અમદાવાદમાં ઉજવશે નવવર્ષ

અમદાવાદઃ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે, બુધવારે ગુજરાતી નવવર્ષના પ્રથમ દિવસે અમદાવાદમાં પોતાના નિવાસસ્થાને લોકો સાથે મુલાકાત કરશે. આ પ્રસંગે તેઓ લોકોને નવા વર્ષની શુભેચ્છાઓ આપશે અને સૌને સમૃદ્ધિ તથા સુખાકાંક્ષી શુભકામનાઓ પાઠવશે. દર વર્ષે જેમ તેઓ પરંપરાગત રીતે લોકો સાથે મળી નવવર્ષની શરૂઆત કરે છે, તેમ આ વર્ષે પણ અમદાવાદમાં મોટી સંખ્યામાં લોકો અમિત […]

અમદાવાદમાં જૈન દેરાસરમાં 1.64 કરોડની ચાંદીની ચોરીનો ભેદ ઉકેલાયો, 5ની ધરપકડ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી પૂજારી મેહુલ રાઠોડ સહિત 5ની દબોચી લીધા, પોલીસે આરોપીઓ પાસેથી 48 કિલો ચાંદી, રોકડ અને બોલેરો પીકઅપ કબજે કર્યા, પૂજારીએ છેલ્લા અઢી વર્ષમાં કટર વડે કટિંગ કરીને 117 કિલોથી વધુ ચાંદી ટુકડે ટુકડે ચોરી લીધું હતું, અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શ્રીલક્ષ્મીવર્ધક જૈન દેરાસરમાં 1.64 કરોડની કિંમતના ચાંદીના દાગીના અને […]

અમદાવાદમાં ફટાકડાને લીધે રોડ પર થયેલો કચરો એકઠો કરવા વધુ સફાઈ કામદારો મુકાયા

શહેરના સ્વચ્છ રાખવા 6000 સફાઈ કામદારો તહેવારોમાં પણ ફરજ બજાવશે, AMC દ્વારા રાઉન્ડ ધી ક્લોક વિશેષ સફાઈ કામગીરીનું આગોતરું આયોજન, ધાર્મિક સ્થળોમાંથી ફૂલો, પાંદડા વગેરે જૈવિક વેસ્ટનું કલેક્શન કરાશે અમદાવાદઃ શહેરમાં દિવાળીને તહેવારોને લીધે જાહેર રોડ પર સામાન્ય દિવસ કરતા કચરો વધતો હોય છે. જેમાં જાહેર રોડ પર ફટાકડા ફોડવાને લીધે પણ કચરામાં વધારો થયો […]

અમદાવાદ દીપોત્સવી પર્વને લીધે રોડ-રસ્તા પર રંગબેરંગી લાઈટસથી ઝગમગ્યું

મ્યુનિ. દ્વારા વિવિધ રોડ પર લાઈટિંગ કરાયું, શહેરના બ્રિજ પર નવનવી રંગીન લાઈટ્સને નજારો, મુખ્ય સર્કલોને પણ સુશોભિત કરાયા અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા જાહેર રસ્તાઓ અને તમામ બ્રિજ પર રંગબેરંગી લાઈટ્સથી રોશની કરવામાં આવી છે. જ્યારે કેટલાક વેપારી પેઢીઓ અને સંસ્થાઓ દ્વારા પણ દીપોત્સવીની ઊજવણી માટે પણ રોશની કરવામાં આવતા શહેરના મુખ્ય માર્ગો પર અનોખો […]

અમદાવાદમાં રાહદારીના પગ પર BRTS બસ ચડાવી દીધી, બે શખસોએ બસના કાચ તોડ્યા

શહેરના નારણપુરા વિસ્તારમાં રાતે બન્યો બનાવ, ઉશ્કેરાયેલા બે શખસોએ બસના ડ્રાઈવરને માર મારી બસના કાચ તોડ્યા, બસના ડ્રાઇવર ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અમદાવાદઃ શહેરના નારણપુરા પાસે ગત રાતના સમયે બીઆરટીએસ બસના ચાલકે એક રાહદારીના પગ પરથી બસ ચડાવી દેતા બે લોકોએ ઉશ્કેરાઈને બસના ચાલકને મારમારીને બસના કાચ તોડી નાંખ્યા હતા,  આ મામલે બસના ડ્રાઇવર […]

અમદાવાદના RTI એક્ટિવિસ્ટની હત્યા કરીને લાશ થરાદ નજીક કેનાલમાં ફેંકી દીધી

થરાદમાં નર્મદા કેનાલમાંથી મળેલી ડેડબોડી આપઘાત નહીં હત્યા હોવાનું ખૂલ્યું, પોલીસે ચાર આરોપીની કરી ધરપકડ, બિલ્ડર લોબીએ રૂપિયા 20 લાખની સોપારી આપી હતી થરાદઃ શહેર નજીકની નર્મદા કેનાલમાંથી સપ્તાહ પહેલા અમદાવાદના RTI કાર્યકર રસિક પરમારની લાશ મળી હતી. પ્રાથમિક તપાસમાં આપઘાત હોવાનું લાગતુ હતું પણ એફએસએલ અને પોસ્ટમોર્ટમનો રિપોર્ટમાં હત્યા થઈ હોવાનો ખૂલાસો થતાં પોલીસે […]

અમદાવાદમાં ફેરિયાઓને તાલીમ આપવાની ધીમી કામગીરીથી AMCના કમિશનર નારાજ

ફાયરના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા AMC કમિશનરે અગાઉ સુચના આપી હતી, મ્યુનિ.કમિશનરે અધિકારીઓને કહ્યુ ફાઇલ જોવાની ટેવ પાડો, સહી કરીને રવાના ન કરો, ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માગી, અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને ફાયર વિભાગના વોલિયન્ટર્સની તાલીમ આપવા અગાઉ મ્યુનિસિપલ કમિશનરે સુચના આપી હતી. […]

અમદાવાદના બાપુનગરમાં 14 દૂકાનોમાં વહેલી સવારે લાગી ભીષણ આગ

બાપુનગરના ભીડભંજન હનુમાન રોડ પર 14 દૂકાનો આગમાં લપેટાઈ, 14 દૂકાનોમાં કપડાં-ચંપલ સહિત લાખોનો માલ બળીને ખાક, ફાયરબ્રિગેડે એક કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી અમદાવાદઃ  શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન હનુમાન મંદિર રોડ પર ચાર રસ્તા નજીક આવેલી 14 દુકાનોમાં આજે વહેલી સવારે આગ લાગતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આગ લાગ્યાની […]

અમદાવાદમાં ધનતેરસથી ત્રણ દિવસ લોકો એએમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકશે

એએમટીએસ દ્વારા ત્રણ દિવસ ફ્રી મુસાફરીની કરી જાહેરાત, સ્વદેશી ઝુંબેશ હેઠળ ખરીદીને પ્રોત્સાહન આપવા માટે લેવાયો નિર્ણય, મફત મુસાફરીને લીધે ત્રણ દિવસ એએમટીએસની બસો ભરચક દોડશે અમદાવાદઃ શહેરમાં એએમટીએસ બસોમાં શહેરીજનોને ત્રણ દિવસ મફત મુસાફરીની દિવાળીની ભેટ આપવામાં આવી છે. એએમટીએસ બસોમાં ધનતેરસ, કાળી ચૌદશ, અને દિવાળીના દિવસે લોકો મફત મુસાફરી કરી શકશે. શહેરીજનો એએમટીએસની […]

અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030 યોજાવવાની ભલામણ કરી, નવેમ્બર મહિનામાં લેવાશે નિર્ણય

નવી દિલ્હીઃ રમતગમત ક્ષેત્રના વિકાસની દિશામાં ભારત વધુ એક પગલું આગળ વધ્યું છે. કેમ કે કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડે વર્ષ 2030માં યોજાનાર 24માં કોમનવેલ્થ ગેમ્સનું આયોજન ભારતમાં કરવાની ભલામણ કરી છે. સાથે જ બોર્ડે આ રમતોત્સવની યજમાની અમદાવાદને સોંપવામાં આવે તેવી ભલામણ કરી છે. આ સાથે વર્ષ 1930માં શરૂ થયેલા કોમનવેલ્થ ગેમ્સનો શતાબ્દી સમારોહ અમદાવાદમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code