1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં CAના વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય પરિષદનો રાજ્યપાલે કરાવ્યો શુભારંભ

અમદાવાદઃ ધી ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઈન્ડિયાના વિદ્યાર્થી કૌશલ્ય સંવર્ધન બોર્ડ દ્વારા આયોજિત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિદ્યાર્થીઓની આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનો રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતએ અમદાવાદમાં  શુભારંભ કરાવ્યો હતો. ઈન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઑફ ઇન્ડિયાના પશ્ચિમ ભારતીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સ્ટુડન્ટ્સ એસોસિએશનની અમદાવાદ શાખાના યજમાનપદે યોજાયેલી આ આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં ભારત ઉપરાંત બાંગ્લાદેશ, નેપાળ અને શ્રીલંકાના વિદ્યાર્થીઓ સહિત 4,000 જેટલા […]

અમદાવાદમાં સરખેજ વિસ્તારમાં તોફાની વાનરોનો આતંક, 25 લોકોને ભર્યા બચકાં

અમદાવાદ: શહેરના સરખેજ વિસ્તારમાં તોફાની વાનરો આતંક મચાવી રહ્યા છે. જેમાં છેલ્લા પાંચ દિવસમાં તોફાની વાનરોએ 30 જેટલા લોકોને બચકા ભર્યા છે. વાનરો કરડવાના બનાવો સરખેજના રોજા, ચિકુ વાડી સહિતના વિસ્તારોમાં બની છે. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો છે. તોફાની વાનરોને પકડવા માટે વન વિભાગને પણ જાણ કરવામાં આવી છે. વાનરોના ઝૂંડમાં માત્ર […]

અમદાવાદ અને રાજકોટમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા 3 ઝડપાયા, લાખોનો મુદ્દામાલ જપ્ત કરાયો

અમદાવાદઃ ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, બીજી તરફ સુરક્ષાના કારણોસર તંત્ર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતા કેટલાક લોકો કમાવી લેવાની લ્હાયમાં ગેરકાયદે રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. દરમિયાન અણદાવાદ શહેરના સરસપુર વિસ્તારમાંથી પોલીસે ચાઈનીઝ દોરીના જથ્થા સાથે એક વેપારીને […]

અમદાવાદમાં કોરોનાના 35 એક્ટિવ કેસ, દરિયાપુરમાં કોરોનાએ મહિલાનો ભોગ લીધો

અમદાવાદઃ શહેરમાં ફરીવાર કોરોનાના કેસમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે.  હાલ શહેરમાં કોરોનાના એક્ટિવ કેસ માત્ર 35 જેટલાં છે. પણ લોકો દ્વારા જો સાવચેતિ રાખવામાં  આવે તો કેસમાં વધારો પણ થઈ  શકે છે. મંગળવારે કોરોનાના વધુ બે કેસ નોંધાયા હતા. કોરોનાના તમામ 35 કેસો પશ્વિમ વિસ્તારમાં નોંધાયેલા છે. જેમાં નવરંગપુરા, નારણપુરા, બોડકદેવ અને થલતેજ […]

અમદાવાદમાં થર્ટીફસ્ટની ઊજવણી દરમિયાન કાયદો-વ્યવસ્થા જાળવવા પોલીસનો એક્શનપ્લાન

અમદાવાદઃ વર્ષ 2024ને આવકારવા માટે થર્ટી ફસ્ટની રાતે પાર્ટી પ્લોટ્સ, કલબો, ફાર્મ હાઉસમાં પાર્ટીઓનું આયોજન કરાયું છે. ઉપરાંત સીજી રોડ પર પણ રાત્રે યુવક-યુવતીઓ એકઠા થઈને નવા વર્ષના આગમનની ઊજવણી કરવામાં આવતી હોય છે. નવા વર્ષની ઉજવણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે શહેર પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે. જેમાં શહેરની તમામ […]

અમદાવાદમાં ટ્રાફિક સિગ્નલો પર ટાઈમિંગ યોગ્ય રીતે સેટ ન કરાતા વાહનોની લાગતી લાઈનો

અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકથી ભરચક રહેતા ક્રોસ રોડ પરના ટ્રાફિક સિગ્નલો પર યોગ્યરીતે ગ્રીન-રેડ લાઈટ્સનો ટાઈમિંગ સેટ કરાયો ન હોવાથી વાહનોની લાંબી કતારો સતત જોવા મળી રહી છે. મોટાભાગના ટ્રાફિક સિગ્નલો પર 25થી 30 સેકન્ડનો ટાઈમિગ હોવાથી વાહનચાલકોને લાંબી પ્રતિક્ષા કરવી પડે છે. જો 60થી 100 સેકન્ડ સુધીનો સમય આપવામાં આવે તો વધુ વાહનો પસાર થઈ […]

અમદાવાદમાં ફ્લાવર શોમાં નવા આકર્ષણો ઉમેરાયા, સરદાર પટેલની પ્રતિમાનું સ્કલ્પચર બનાવાયું

અમદાવાદઃ શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શો યોજાશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના આ ફ્લાવર શો માટે છેલ્લા બે મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ફ્લાવર શોમાં માત્ર વિવિધ રાજ્યોનાં ફૂલો જ નહીં, પરંતુ વિદેશી ફૂલો અને છોડ પણ જોવા મળશે. દર વર્ષે યોજાતા ફ્લાવર શોમાં નવું આકર્ષણ ઊભું […]

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારામાં દર્શન કર્યા

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વીર બાલ દિવસ નિમિત્તે અમદાવાદમાં થલતેજ સ્થિત ગુરુદ્વારાની મુલાકાત લઈને દર્શન કર્યા હતા. મુખ્યમંત્રીનું ગુરુદ્વારા કમિટી દ્વારા ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ગુરુદ્વારામાં ચાલી રહેલા નામ સ્મરણમાં પણ સહભાગી થયા હતા. શીખ ધર્મના 10મા ગુરુ ગોવિંદસિંહજીના શહીદ બાળકોને શ્રદ્ધાંજલિ આપવા માટે 26 ડિસેમ્બરના દિવસે વીર બાલ શહીદ દિવસ […]

અમદાવાદમાં એક જ દિવસમાં ડ્રિંક & ડ્રાઈવમાં 37 વાહનચાલકો નશાની હાલતમાં પકડાયાં

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ઘણા કિસ્સામાં વાહનચાલકો નશાની હાલતમાં પુરફાટ ઝડપે વાહન ચલાવીને અકસ્માત કરતા હોય છે, ત્યારે શહેરના પોલીસ કમિશનરે દારૂડિયા વાહનચાલકોને પકડવા માટે ઝૂંબેશ ચલાવવાનો આદેશ આપ્યો છે. દારૂ પીધેલી હાલતમાં વાહનચાલક પકડાશે તો તેની સામે પોલીસ ફરિયાદ કરાશે. જ્યારે દારૂડિયા વાહનચાલકને પકડનારા પોલીસ જવાનને 200 રૂપિયા ઈનામની જાહેરાત […]

અમદાવાદમાં સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા નારાયણી સંગમ મહિલા સંમેલન યોજાયું

અમદાવાદઃ  સંસ્કૃતિ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા “નારાયણી સંગમ”- મહિલા સંમેલન સોમવારે સરદાર વલ્લભભાઈ પટેલ મેમોરિયલ હોલ, શાહીબાગ ખાતે યોજાયુ હતુ. આ સંમેલનમાં નારીને લગતા પ્રશ્નો, તેનું સમાધાન અને દરેક નારીએ કરવા જેવા કાર્યોની ઉપર ગહન ચિંતન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૫૦૦ થી વધુ બહેનો ઉપસ્થિત રહી હતી. મુખ્ય અતિથિ તરીકે પૂર્વ અધ્યક્ષ ગુજરાત રાજ્ય બાળ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code