1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં રખડતા ઢોર નિયંત્રણ પોલીસી સામે માલધારી સમાજની મહિલાઓએ કર્યો વિરોધ

અમદાવાદઃ શહેરમાં રખડતા ઢોરના નિયંત્રમ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા હાઈકોર્ટના નિર્દેશ બાદ નવી પોલીસી બનાવવામાં આવી છે, એમાં કડક નિયંત્રણો મુકાયા હોવાથી માલધારી સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હવે માલધારી સમાજની મહિલાઓ દ્વારા વિરોધ કરાયો હતો. જેમાં ઇસનપુર, સરખેજ, પાલડી સહિતના વિસ્તારોમાં માલધારી સમાજની મહિલાઓએ થાળી અને ચમચી સાથે રોડ પર ઉતરી આવી હતી […]

AMC દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડનો ખર્ચ છતાં વસતીમાં વધારો

અમદાવાદઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કૂતરાની વસતી ઘટાડવા માટે ખસીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. છતાયે કૂતરાની વસતી વધતા જાય છે. શહેરના તમામ વિસ્તારોમાં કૂતરાનો ત્રાસ જોવા મળી રહ્યો છે. અને કૂતરા કરડવાના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં રખડતા કૂતરાના કારણે લોકોને કરડવાથી લઈને અકસ્માતના બનાવો બની રહ્યા છે. એએમસી દ્વારા શહેરમાં કૂતરાઓનો […]

અમદાવાદના નારોલ-નરોડા હાઈવે પર બેકાબુ બનેલી ટ્રક ખારીકટ કેનાલમાં ખાબકી

અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોનું પ્રમાણ વધતુ જાય છે. વધુ એક અકસ્માત નારોલ-નરોડા હાઈવે પર સર્જાયો હતો. બેકાબુ બનેલી ટ્રક  રેલિંગ તોડીને ખરાકટ કેનાલમાં ખાબકી હતી. અકસ્માતમાં સદભાગ્યે કોઈ જાનહાની થઈ નહોતી. અકસ્માતને પગલે આજુબાજુના રહિશો દોડી આવ્યા હતા. પોલીસે ટ્રકચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના નારોલ- […]

અમદાવાદના પશ્વિમ વિસ્તારમાં આજે સાંજે અને રવિવારે સવારે પાણી વિતરણમાં વિક્ષેપ સર્જાશે

અમદાવાદઃ શહેરના પશ્વિમ વિસ્તારને પાણી પુરૂ પાડતા જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના 66 કેવીના વીજ સબ સ્ટેશનમાં મરામતની કામગીરીને કારણે વોટર પ્લાન્ટનો વીજ પુરવઠો સ્થગિત કરવામાં આવશે તેના લીધે શનિવારે સાંજે અને રવિવારે શહેરના પશ્વિમ વિસ્તારને અપાતા પાણી પુરવઠાના વિતરણમાં વિક્ષેપ સર્જાશે. આથી પશ્વિમ વિસ્તારના નાગરિકોએ આજે શનિવારે સવારનો પાણીનો પુરવઠો પુરા ફોર્સથી વધુ અપાશે. એએમસીના […]

અમદાવાદમાં કેન્દ્રિય ઈલેક્શન કમિશન દ્વારા 5 રાજ્યોના ચૂંટણી અધિકારીઓની કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓના ભાગરૂપે ભારતના ચૂંટણી પંચની ટીમની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે ચોથી એક દિવસીય રીજનલ કોન્ફરન્સ સહ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ચૂંટણી પંચના વરિષ્ઠ અધિકારીશ્રીઓની ટીમ દ્વારા 05 રાજ્યો અને 01 કેન્દ્રશાસિત પ્રદેશના મુખ્ય નિર્વાચન અધિકારી તથા સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર્સ સાથે બેઠક યોજી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, મતદાન મથકોની વિગતો અને આગામી […]

અમદાવાદમાં ગગનચુંબી 35 માળની સાત બિલ્ડિંગ બનશે, આજે સરકાર સાથે MOU કરાશે

અમદાવાદઃ શહેરમાં વસતીમાં રોજબરોજ વધારો થઈ રહ્યો છે. બહારના લોકો રોજગારી માટે અમદાવાદ આવી રહ્યા છે. એટલે રહેણાંક માટેના મકાનોની માગ પણ વધતા જાય છે. ત્યારે શહેરમાં ક્રોક્રિટના જંગલની જેમ હાઈરાઈઝ બિલ્ડિંગો ઊભા થઈ રહ્યા છે. ત્યારે 35થી 37 માળ સુધીનાં સાત બિલ્ડિંગ માટે આજે ગાંધીનગર ખાતે પ્રી વાઇબ્રન્ટ સમિટમાં એમઓયુ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા […]

અમદાવાદમાં પ્લાસ્ટિક અને ગંદકી સામે AMCની ઝૂંબેશ, 30 દુકાનો સીલ, 1 ટન પ્લાસ્ટિક જપ્ત

અમદાવાદઃ શહેરમાં જાહેર રોડ-રસ્તાઓ પર ગંદકી કરનારા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરનારા સામે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. વિવિધ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા જાહેર રોડ ઉપર ગંદકી અને પ્લાસ્ટિક વાપરવા બદલ કુલ 31 દુકાનો- ગોડાઉનને સીલ કરવામાં આવી છે. તેમજ શહેરના ઓઢવ રીંગરોડ પર ક્રિષ્ના એસ્ટેટમાં તપાસ કરતા મોટી સંખ્યામાં પ્રતિબંધિત […]

અમદાવાદમાં બેરોકટોક ફરતા ભારે વાહનો સામે ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, વાહનચાલકોને દંડ કરાયો

અમદાવાદઃ શહેરમાં અકસ્માતોનું પ્રમાણ વધતું જાય છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનોની પ્રવેશબંધી છે. પરંતુ પરમીટ લઈને ફરતા ડમ્પરો સહિત ભારે વાહનો પુરફાટ ઝડપે ચલાવાતા હોય છે. સવારે 9થી 11 અને સાંજે 5થી 8 દરમિયાન રોડ પર સૌથી વધુ ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે ટ્રાફિક અવર્સ દરમિયાન મ્યુનિ.ના કચરા ભરેલા ભારે વાહનો તેમજ બિલ્ડરોની સાઈટ્સ […]

અમદાવાદમાં 31 ડિસેમ્બર સુધીમાં 85 રોડના મરામતના કામો પૂર્ણ કરવા AMCએ કરી તાકિદ

અમદાવાદઃ ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે આવતા મહિને વાયબ્રન્ટ સમિટ 2024 યોજાશે. જેમાં દેશ-વિદેશના અનેક મહાનુભાવો, ઉદ્યોગપતિઓ તેમના પ્રતિનિધિ મંડળ સાથે આવશે. ગાંધીનગર અને અમદાવાદ ટ્વીનસિટી હોવાથી અમદાવાદના તમામ ફાઈવસ્ટાર હોટલો બુક કરી દેવામાં આવી છે. દરમિયાન અમદાવાદ શહેરના તમામ રોડ રસ્તાઓ વાયબ્રન્ટ સમિટ પહેલા જ રિસરફેસ કરી દેવાનો મ્યુનિ. દ્વારા આદેશ કરાયો છે. ગુરૂવારે મળેલી […]

અમદાવાદમાં AMC દ્વારા PPP ધોરણે 12 EV ચાર્જિંગ સ્ટેશનો તૈયાર, હવે મહિનામાં લોકાર્પણ કરાશે

અમદાવાદઃ શહેરમાં છેલ્લા એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોમાં વધારો થયો છે. શહેરને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે ઈલેક્ટ્રિક વાહનોનો વપરાશ વધે તે જરૂરી છે. ત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા નવી EV પોલીસી તૈયાર કરવામાં આવી છે. જે અંતર્ગત ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જિંગ માટે શહેરમાં એએમસી દ્વારા પીપીપી ધોરણે 12 જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code