Homeગુજરાતીગુજરાતઅમદાવાદના મોટેરા વિસ્તારમાં મોદી સ્ટેડિયમ પાસે ગેરકાયદે દબાણો હટાવાયા

અમદાવાદના મોટેરા વિસ્તારમાં મોદી સ્ટેડિયમ પાસે ગેરકાયદે દબાણો હટાવાયા

  • મોટેરામાં બળદેવનગરમાં 15 ઘર તોડી પડાયા
  • ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
  • 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરાયો

અમદાવાદઃ શહેરના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાં ગેરકાયદે દબાણો હટાવવા માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા છેલ્લા બે દિવસથી મેગા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં બળદેવનગરમાં આવેલાં 29 મકાનોને તોડવામાં આવ્યા છે. સાબરમતી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.

2030ની કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાવાની છે ત્યારે શહેરના મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બાજુમાંથી પસાર થનારા ટીપી રોડને ખોલવાની કામગીરી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે મોટેરા બળદેવનગરનાં 29 જેટલાં મકાનો ટીપી રોડમાં આવતાં હોવાના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા તેને નોટિસ આપીને ખાલી કરવા માટેની સૂચના આપવામાં આવી હતી છતાં પણ રહીશો દ્વારા મકાન ખાલી કરવામાં આવ્યાં નહોતાં. હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જેને હાઇકોર્ટે નકારી દીધી હતી. ત્યારબાદ શનિવારથી મકાનો તોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આજે રવિવારે પણ કાટમાળ હટાવીને રોડ ખૂલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

શહેરના સાબરમતી વિસ્તારમાંથી પસાર થતા 24 મીટર પહોળાઈનો ટીપી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ટીપી રોડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે કોમનવેલ્થ ગેમ્સ માટે બનનારા એકવાટિક સ્ટેડિયમ નજીક ખૂલશે. આ રોડ પરથી સીધા એક્વેટિક સ્ટેડિયમ તરફ જઈ શકાશે, જેથી આ રોડને ખુલ્લો કરવો જરૂરી હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રહેણાક તથા કોમર્શિયલ પ્રકારનાં મળી કુલ 29 જેટલાં દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી.

એએમસીના સૂત્રોના કહેવા મુજબ આગામી કોમનવેલ્થ ગેમ્સને લઈને અમદાવાદ શહેરને સ્પોર્ટ્સ સિટી બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પાછળ કરોડો રૂપિયાના ખર્ચે નવું SVP એન્કલેવ બનાવવાનું છે, ત્યારે આજુબાજુના વિસ્તારને પણ ડેવલપ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img