1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના, ટ્રકે રિક્ષાને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત

અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. દરમિયાન શહેરના થલતેજ વિસ્તારમાં પૂરઝડપે પસાર થતા ટ્રકે એક ઓટોરિક્ષાને અડફેટે લીધી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના થલતેજ બ્રિજ પાસે હિટ એન્ડ રનની ઘટના સર્જાઇ હતી. જેમાં રીક્ષામાં […]

અમદાવાદમાં મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ 15મી માર્ચથી યોજાશે

મેગા સમિટમાં 300થી વધુ બ્રાહ્મણ ઉદ્યોકારો ભાગ લેશે બિન અનામત વર્ગ માટેની યોજનાઓની માહિતી આપવા ખાસ સેમિનારનું આયોજન નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા યુવાનોને માર્ગદર્શન અપાશે અમદાવાદઃ શહેરમાં  સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)ના ઉપક્રમે મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-4નું આગામી તા, 15થી 17 માર્ચ 2025  યોજાશે. શહેરમાં સાયન્સ સિટી વિજ્ઞાનભવન ખાતે ડો.યજ્ઞેશ દવેના સાનિધ્યમાં યોજાનારી સમિટમાં 300થી વધુ […]

અમદાવાદમાં ખારીકટ કેનાલની ફેઝ-2ની કામગીરી માટે રૂ.1003 કરોડ મંજુર કરતા મુખ્યમંત્રી

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે આપી મંજૂરી ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટના પ્રથમ તબક્કામાં 80 ટકા કામગીરી પૂર્ણ ફેઝ-1 માટે ફાળવાયેલા 1338 કરોડ રૂપિયામાંથી રૂ. 700કરોડથી વધુનો ખર્ચ ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ખારીકટ કેનાલ રીડેવલપમેન્ટ ફેઝ-2ની કામગીરી માટે અંદાજે 1003 કરોડ રૂપિયાના કામો મંજૂરી આપી છે. આ ફેઝ-2 અંતર્ગત સ્ટ્રેચ-1માં એસ.પી. રીંગ રોડથી […]

અમદાવાદમાં તાપમાનમાં વધારો થતાં મ્યુનિએ બનાવ્યો હીટ એક્શન પ્લાન

અમદાવાદમાં ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી, ચારરસ્તા પર ગ્રીન નેટ બંધાશે બપોરે 11 થી 5 દરમ્યાન ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. અને હજુ પણ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. ત્યારે તાપમાનથી […]

અમદાવાદમાં રિક્ષા યુનિયનની અપીલ બાદ 800 રિક્ષાચાલકોએ યુનિફોર્મ પહેર્યા

ચોરગેન્ગને લીધે રિક્ષાચાલકોની છબી ખરડાતી અટકાવવા યુનિફોર્મની ઝૂંબેશ, રિક્ષાચાલકોની અલગ ઓળખ ઊભી કરવાના પ્રયાસો રિક્ષાચાલકોને વિના મૂલ્યે કરાતુ યુનિફોર્મનું વિતરણ અમદાવાદઃ શહેરમાં રિક્ષાઓમાં પ્રવાસીઓને લૂંટના બનાવો વધતા જાય છે. લૂંટારૂ ગેન્ગ દ્વારા રિક્ષાનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તેના લીધે રિક્ષાચાલકો બદનામ થઈ રહ્યા છે. ત્યારે રિક્ષા યુનિયને જ રિક્ષાચાલકોની ખરડાતી છબીને અટકાવવા માટે તમામ રિક્ષાચાલકોને […]

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનો પ્રારંભ

અમદાવાદઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ (એસવીપીઆઈ) એરપોર્ટ પર ઉડાન યાત્રી કાફેનું ઉદ્ઘાટન કર્યું હતું, જે સમગ્ર દેશમાં એરપોર્ટ પર મુસાફરોની સુવિધાઓ વધારવાની સરકારની પહેલમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે. ટર્મિનલ 1ના ચેક-ઇન હોલમાં સ્થિત આ નવા કાફેમાં મુસાફરોને 20 રૂપિયાથી શરૂ થતા નાસ્તાની સુવિધા મળશે. ઉડાન યાત્રી કાફેનો હેતુ […]

અમદાવાદના વિજય ચાર રસ્તા પર ખાનગી બસની અડફેટે બાઈકચાલકનું મોત

ખાનગી બસનો ચાલક બસ મુકીને નાસી ગયો બનાવની જાણ ટ્રાફિક પોલીસ દોડી આવી ખાનગી બસ ઓવરસ્પીડમાં હોવાથી અકસ્માત સર્જાયો અમદાવાદઃ શહેરમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. જેમાં આજે અકસ્માતનો વધુ એક બનાવ શહેરના વિજય ચાર રસ્તા નજીક બન્યો હતો, આજે સવારે વિજય ચાર રસ્તા પાસે પૂરફાટ ઝડપે જતી ખાનગી બસએ બાઈકને અડફેટે લેતા બાઈકચાલક […]

અમદાવાદના ફતેહવાડી કેનાલમાં ખાબકેલી સ્કોર્પિયો કાર, બે યુવાનોના મૃદેહ મળ્યા

રિલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો કાર સાથે ત્રણ યુવાનો કેનાલમાં ખબક્યા હતા બે યુવાનોના મૃતદેહ મળતા એક યુવાનની શોધખોળ ચાલુ, એક યુવાનને શોધવા કેનાલમાં પાણી બંધ કરાયું અમદાવાદઃ શહેરના વાસણા બેરેજ વિસ્તારમાં આવેલી ફતેવાડી કેનાલ પાસે ગઈકાલે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ યુવનો કેનાલમાં પડતા ધસમસતા પાણીમાં તણાયા હતા. આ બનાવની જણા કરાતા ફાયરના જવાનો […]

અમદાવાદમાં જાહેરમાં કચરો ફેંકીને ગંદકી કરાતા 52 દુકાનોને સીલ મરાયા

પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે 15 એકમોને નોટિસ ફટકારાઈ મધ્ય ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 273 એકમોના ચેકિંગ કરાયું કુલ 29 લાખ જેટલો વહીવટી ચાર્જ પણ વસૂલ કરાયો અમદાવાદઃ શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અને જાહેર રોડ-રસ્તાઓ પર કચરો ફેંકનારા સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઉપરાંત પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ […]

અમદાવાદઃ સિવિલ કેમ્પસમાં રૂ.588 કરોડના ખર્ચે 2000થી વધુ બેડની હોસ્પિટલ તૈયાર કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ‘જુના ઈન-ડોર બ્લોક વોર્ડ, બ્લોક Aથી D અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેની જગ્યાએ નવીન ઓપીડી, 900 બેડની નવીન જનરલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code