1. Home
  2. Tag "ahmedabad"

અમદાવાદમાં રવિવારે ગૃહમંત્રી અમિત શાહ 11300 વકિલોને શપથ લેવડાવશે

મુખ્યમંત્રી, સોલિસિટર જનરલ સહિત મહાનુભાવ હાજરી આપશે દેશના તમામ બાર કાઉન્સિલના હોદ્દેદારો, બીસીઆઇના સભ્યો પણ ઉપસ્થિત રહેશે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા કાર્યક્રમને સફળ બનાવવા તડામાર તૈયારીઓ અમદાવાદઃ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા નવ નિયુક્ત 11300 વકીલોને શપથ લેવડાવવાનો કાર્યક્રમ યોજાશે. આગામી તા. 9મી ફેબ્રુઆરીએ અડાલજના દાદા કન્વીકશન સેન્ટરમાં યોજાનારા આ કાર્યક્રમમાં દેશના ગૃહમંત્રી અમિત […]

અમદાવાદના ઓઢવમાં ત્રણ વ્યક્તિઓ પર કેમિકલ એટેક, એકનું મોત

ભાડાના મકાનમાં રહેતા રાજસ્થાની વ્યક્તિઓ પર કરાયો હુમલો પાડોશી યુવાને હુમલો કર્યાનો આરોપ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી અમદાવાદઃ શહેરના ઓઢવ વિસ્તારમાં કેમિકલ એટેકની ઘટના બનતા પોલીસ પણ ચોંકી ઊઠી હતી. શહેરના ઓઢવ મહાવીર બાગ સોસાયટીની જય શક્તિ કોલોની ખાતે ભાડાના મકાનમાં રહેતા પ્રરપ્રાંતિય એક યુવાન પર જ્વલનશીલ પદાર્થ ફેંકવામાં આવ્યો હતો. આ […]

અમદાવાદના જોધપુર વિસ્તારમાં શાકભાજીના વેપારીઓનું 78 દિવસથી ચાલતું આંદોલન

મ્યુનિએ લોટસ સ્કૂલ પાસેથી શાક માર્કેટ હટાવીને પ્રહલાદનગરમાં જગ્યા ફાળવી, શાકભાજીના વેપારીઓ જોધપુરમાં જગ્યા ફાળવવાની માગ કરી રહ્યા છે મ્યુનિનો દાવો, AMC પ્લોટમાં કાયમી જગ્યા ફાળવી શકાય નહીં  અમદાવાદઃ શહેરના જોધપુર વિસ્તારમાં લોટસ સ્કૂલ અને રિદ્ધિ ટાવર પાસે છેલ્લા ઘણા સમયથી સાંજના સમયે શાકમાર્કેટ ભરાતી હતી. પણ થોડા સમય પહેલા મ્યુનિના સત્તાધિશોએ શાક માર્કેટ હટાવી […]

અમદાવાદમાં માણેકચોકની ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે

AMC દ્વારા મેગા ડ્રેનેજ લાઈનની કામગીરીને લીધે ફુડ માર્કેટ બંધ કરાશે હોળી-ધૂળેટી બાદ ડ્રેનેજ લાઈનની કામગીરી શરૂ કરાશે ડ્રેનેજનું કામ મહિનામાં પૂર્ણ થાય એવી શક્યતા નથી અમદાવાદઃ શહેરમાં માણેકચોકમાં આવેલી ખાણીપીણી બજાર એક મહિનો બંધ રહેશે, મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માણેકચોક વિસ્તારમાં ડ્રેનેજનું કામ હાથ ધરવામાં આવશે. તેના લીધે ઘળેટી બાદ ખાણીપીણી બજાર મહિનો બંધ રહેશે. મ્યુનિ. […]

અમદાવાદમાં ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળના રોડ પરના કાચા પાકા દબાણો દુર કરાયા

આજે સવારથી દબાણ હટાવની કામગીરીનો પ્રારંભ કરાયો 50થી વધુ ઝૂંપડા અને મકાનો પર બુલડોઝર ફરી વળ્યુ વર્ષોથી દબાણોને લીધે રસ્તો સાંકડો બની ગયો હતો અમદાવાદઃ શહેરના ગલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ પર વર્ષોથી દબાણો ખડકાયેલા હતા. રોડ પરના દબાણોને કારણે ટ્રાફિક જામની સમસ્યા જોવા મળતી હતી. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આજે સવારથી ગુલબાઈ ટેકરાથી પાંજરાપોળ જતા રોડ […]

અમદાવાદમાં એસજી હાઈવે પર બંધ પડેલી ટ્રક પાછળ કાર અથડાતા એકનું મોત

કારમાં સવાર ચાર પ્રવાસીઓને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયા પ્રવાસીઓ કારમાં જુનાગઢથી રાજસ્થાન પરત ફરતા હતા ત્યારે સર્જાયો અકસ્માત ટ્રાફિક પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી અમદાવાદઃ  શહેરમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ શહેરના એસજી હાઈવે પર આજે વહેલી સવારે સર્જાયો હતો. શહેરના સોલા બ્રિજ પર બંધ પડેલી ટ્રકમાં […]

અમદાવાદમાં ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા, યાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું

614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા મંત્રી જગદિશ પંચાલ અને મેયર પ્રતિભા જૈનએ પહિંદવિધી કરી શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપાયું અમદાવાદઃ આજે અમદાવાદ શહેરના સ્થાપના દિવસે શહેરના નગરદેવી એવા ભદ્રકાળી માતાજી નગરચર્યાએ નિકળ્યા હતા. આ નગરયાત્રામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું. માતાજીની નગર યાત્રાના પ્રારંભે રાજ્યના મંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદના […]

અમદાવાદમાં મ્યુનિની શારદાબેન હોસ્પિટલમાં દર્દીના સગાએ ડોકટરને માથામાં બોટલ મારી

સફાઈ કામદાર પોતાના પૌત્રને સારવાર માટે હોસ્પિટલ લાવ્યા હતા, ડોક્ટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી થતાં સફાઈ કામદારો એકઠા થઈ ગયા હતા અંતે બન્ને પક્ષે સમાધાન થતાં ડોક્ટરોએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યુ અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલી મ્યુનિ. સંચાલિત શાદરદાબેન હોસ્પિટલમાં પોતાના પૌત્રને લઈને સારવાર માટે આવેલા સફાઈ કામદારને ડોકટરે રાહ જોવાનું કહેતા બોલાચાલી બાદ મામલો […]

અમદાવાદમાં કેન્ટોનમેન્ટ બોર્ડની સ્કૂલના પ્રિ-પ્રાયમરી વિભાગનો રમતોત્સવ યોજાયો

રમતોત્સવના કાર્યક્રમનો પ્રારંભ સરસ્વતી વંદનાથી કરાયો રમતોત્સવમાં રિવર્સ રેસ, બોટલ રિલે રેસ, દેડકા દોડ સંગીત ખુરશી સહિતની રમતો યોજાઈ, બાળકોએ તમામ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો અમદાવાદઃ શહેરમાં કેન્ટોનમેન્ટ બોર્ડ સંચાલિત શ્રીમતી જી.જી.આઈ. સ્કૂલના પ્રિ-પ્રાઈમરી વિભાગનો રમતોત્સવ યોજાયો હતો. વિવિધ રમતોમાં રમતોત્સવમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ રમતોત્સવના કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદના અને સૂર્ય નમસ્કારથી […]

અમદાવાદમાં 1.65 લાખ વિદ્યાર્થીઓ ધો-10 અને 12ની પરીક્ષા આપશે

ગાંધીનગરઃ અમદાવાદ શહેરમાં ધોરણ 10માં 54,616 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 29, 726 વિદ્યાર્થીઓ અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 7,853 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.એ જ રીતે, અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ધોરણ 10માં 46,6020 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 21,840 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 5,400 વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપશે. ગેરરીતિ અટકાવવા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા સંપન્ન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code